ઇન્ટેરનેટના વ્યાપની સાથે જ અવાર-નવાર વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થતા જોવા મળે છે. તેમાંથી કેટલાક વિડીયો હૃદયને સ્પર્શી જાય છે અને આપણને પ્રેરણા પણ આપે છે. આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દીકરો તેની માતાને ખોળામાં લઈને ફ્લાઈટમાં બેસાડતો જોવા મળી રહ્યો છે. માતાનો પ્રેમ અને લાગણી દર્શાવતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે, પરંતુ આ વિડિયો એક પુત્રના હૃદયમાં તેની માતા માટેનો પ્રેમ અને સમર્પણ બંને દર્શાવે છે.

આ હૃદયસ્પર્શી વીડિયોમાં જોઈ શકાય છે કે, દીકરો વ્હીલચેરમાં બેઠેલી તેની માતાને ફ્લાઈટની સીટ પર આરામથી બેસવામાં મદદ કરી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં એક યુવક તેની શારિરીક રીતે અક્ષમ માતાને ખોળામાં લઈને ખૂબ જ કાળજીપૂર્વક ફ્લાઈટમાં ચઢતો જોવા મળે છે અને પુત્ર એક બાળકની જેમ તેની માતાને તેના ખોળામાં ઉઠાવે છે અને અને તેણીને તેની સીટ પર લઈ જાય છે. પછી તેણીને સીટ પર બેસાડે છે. માતા-પુત્રની અત્યાર સુધીની આખી સફર પણ એક વીડિયોમાં બતાવવામાં આવી છે. આ વીડિયોમાં મહિલાના અત્યારથી લઈને પ્રેગ્નન્સી દરમિયાન સુધીના ફોટોગ્રાફ્સને જોડીને બનાવવામાં આવ્યો છે.
X (ટ્વિટર) પર આ વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, તેની માતાએ તેને 9 મહિના સુધી પોતાની સાથે રાખ્યો. હવે જ્યારે તેને મદદની જરૂર હોય, ત્યારે તેના બાળકો તેને લઈ જવામાં મદદ કરે છે. આ પોસ્ટને 12 હજાર વખત જોવામાં આવી છે અને લોકો આ પુત્રના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. માતા પ્રત્યે પુત્રનું સમર્પણ જોઈને લોકો સોશિયલ મીડિયા પર ભાવુક થઈ રહ્યા છે.
ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગથી ચીનના પેટમાં તેલ રેડાયું
બ્રહ્માંડમાં જોવા મળી ‘આઈન્સ્ટાઈન રિંગ’ : રીંગનું વજન 6500 કરોડ સૂર્ય ભેગા થાય એટલું
સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી, રાતોરાત છોડવા પડ્યા દેશ