આયુર્વેદિક ઉપચારો આપણા સ્વાસ્થને સાચવવા ખુબ મદદરૂપ બને છે. જો તમારું પેટ ખરાબ છે તમને પેટમાં દુખાવો છે તો આયુર્વેદિક ઉપચારમાં આદુ એક રામબાણ ઉપાય છે પેટમાં દુખાવો મટાડવા માટે. તમે જમ્યા પેલા આદુનો એક ટુકડો ખાઈ લો અથવા તો આદુનો રસ મધ સાધે મિક્સ કરીને પી શકો છો. આદુમાં એન્ટીઓક્સીડેન્ટ ગુનો મળે છે જે પાંચન ક્રિયાને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત અન્ય એક આયુર્વેદિક ઉપચારમાં હિંગ પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે. હિંગ માં કેલ્શિયમ, આયરન, એન્ટીવાયરલ જેવા અનેક ગુણો હોય છે. પેટમાં દર્દ હોય અથવા ગેસ હોય તો પેટ ઉપર હિંગનો લેપ કરો અથવા હિંગને પીસી લો અને પાણીમાં અડધી ચમચી હિંગ નાખીને પી લો.
પેટમાં દુખાવો અને ગેસ હોય ત્યારે ફુદીના બહુ સારો માનવામાં આવે છે. અને પાચન ક્રિયા ને સારી બનાવે છે. એક કપ પાણીમાં ફુદીનો નાખી અને ૧૦ મિનિટ સુધી ઉકાળો પછી તેમાં મધ નાખો અને ચા ની જેમ દિવસ માં ૨-૩ વાર પીવો.ગેસ, કબજિયાત, ડાયરિયા(જાડા) ને કારણે થતા પેટ દર્દ માં એલોવેરા જ્યુસ બહુ ફાયદો આપે છે. પેટમાં જલન અને દુખાવા ને એલોવેરા જ્યુસ દૂર કરે છે.કાલા નમકને લીંબુના રસ સાથે ભેળવી અને અડધો કપ પાણી નાખો અને પીવો. થોડા જ ટાઈમ માં દુખાવામાં રાહત થશેપેટના દુખાવામાં વરિયાળી બહુ સારી માનવામાં આવે છે. એટલે જ જમીને મુખવાસ લોકો ખાય છે. પેટ દર્દ, ગેસ, પેટ માં બળતરા, પેટ માં સોજા માં વરિયાળી બહુ સારી માનવ માં આવે છે.
કફ માટેના ઉત્તમ આયુર્વેદિક ઉપચાર એક વાર જરૂર ટ્રાય કરો
દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.દૂધમાં હળદર, મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે.રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
ખાસ નોંધ– આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.