ચક્ષુદાન અંગે લોકોમાં જાગૃતિ વધી

0
307

ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા “રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન” જેવી યોજનાઓ ચાલી રહી છે. લોકોમાં હવે ચક્ષુદાન ની જાગૃતિ વધી રહી છે. ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર અંધત્વ નિવારણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. દેશમાં દર વર્ષે બે લાખ જેટલા ચક્ષુદાન ની જરૂર હોય છે. જેની સામે 70 હજાર જેટલા ચક્ષુનું દાન પ્રાપ્ત થાય છે. ત્યારે 35-40 ટકા જેટલી આંખો કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમાં આવી શકે છે. ગુજરાતમાં ચક્ષુદાનનું પ્રમાણ 50-55 ટકા જેટલી છે.આપને જણાવી દઈએ કે હાલમાં બે લાખ જેટલા વ્યક્તિઓ અંધ છે અને દર વર્ષે 20 હજાર વ્યક્તિઓનો આમાં સમાવેશ થાય છે. છેલ્લા દાયકામાં રાજ્યનો અંધત્વનો દર ૦.9 ટકાથી ૦.૩ ટકા થયો છે.જેને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૦.25 ટકા સુધી લઈ જવાનો રાજ્યસરકારનો લક્ષ્ય છે.વર્ષ ૨૦૨૨-23 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યને ફાળવવામાં આવેલ એક લાખ 26 હજાર મોતિયના ઓપરેશનની સામે રાજ્યમાં છ લાખ છવીસ હજાર ૬૩૮ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.

ચક્ષુદાન
ચક્ષુદાન અંગે લોકોમાં જાગૃતિ વધી

ચક્ષુ દાન એટલે શું? કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પછી એના ચક્ષુ બીજી માટે દાન કરે છે.આ યોજના અંતર્ગત ગણાને દ્રષ્ટિ મળી રહી છે. આમાં વ્યક્તિ કોઈપણ ઉંમરે ચક્ષુ દાન કરી શકે છે. ચક્ષુદાન મુખ્યત્વે ૨ થી ૪ કલાકણી અંદર થઇ જવું જોઈએ જેનાથી તેનો મહતમ ઉપયોગ થઇ શકે.

ભારતીય નૈકાદળનો યુદ્ધ અભ્યાસ