HDFC બેંકે સોમવારે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું
બેંક $100 બિલિયનના માર્કેટ કેપ સાથે બેંકોના વૈશ્વિક ક્લબમાં જોડાઈ
બેંકનું માર્કેટ કેપ વધીને 12.38 લાખ કરોડ થયું
HDFC બેંકે સોમવારે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતના કોર્પોરેટ જગતનો સૌથી મોટો સોદો એટલે કે HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર પૂર્ણ થયું છે. મર્જર પછી ઉભરી આવેલી સંયુક્ત કંપનીના શેર બજારમાં લિસ્ટ થતાંની સાથે જ આ સોદો પૂર્ણ થયો હતો. આ સાથે જ ભારતમાં તેમજ વૈશ્વિક બેંકિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.નવા શેરના લિસ્ટિંગ સાથે, HDFC બેન્ક વિશ્વની એવી કંપનીઓની પસંદગીની યાદીમાં સામેલ થઈ ગઈ છે કે જેની બજાર કિંમત $100 બિલિયનથી વધુ છે. સમાચાર અનુસાર, સોમવારના શરૂઆતના કારોબારમાં HDFC બેંકનું માર્કેટ કેપ વધીને લગભગ $151 બિલિયન એટલે કે 12.38 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
ટોપ-10માં ભારતનું પ્રથમ નામ
આ સાથે HDFC બેંક હવે મૂલ્યની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી બેંક અને વિશ્વની 7મી સૌથી મોટી બેંક બની ગઈ છે. બેંકિંગ જગતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે વિશ્વની ટોચની 10 સૌથી મોટી બેંકોમાં ભારતનું નામ સામેલ થયું છે. આ યાદીમાં હજુ પણ અમેરિકા અને ચીનની બેંકોનું વર્ચસ્વ છે.
વિશ્વની સૌથી મોટી બેંક
મૂલ્યાંકન મુજબ, વિશ્વની સૌથી મોટી બેંક જેપી મોર્ગન ચેઝ છે, જેનું મૂલ્ય $438 બિલિયન છે. બેંક ઓફ અમેરિકા $232 બિલિયનના મૂલ્ય સાથે બીજા સ્થાને છે અને ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના $224 બિલિયન સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે એગ્રીકલ્ચર બેંક ઓફ ચાઈના $171 બિલિયન સાથે ચોથા ક્રમે, વેલ્સ ફાર્ગો $163 બિલિયન સાથે પાંચમા અને HSBC $160 બિલિયન સાથે છઠ્ઠા ક્રમે છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ