Hatkeshwar Bridge Demolition Delay: અમદાવાદના ખોખરા અને CTMને જોડતો વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બ્રિજ તોડવાની ધીમી કામગીરી અને તેને કારણે સર્જાતી સ્વાસ્થ્ય તેમજ ટ્રાફિકની સમસ્યાઓ સામે આજે 16 માર્ચે સ્થાનિક વેપારીઓએ આક્રમક વિરોધ નોંધાવ્યો છે. વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે.

Hatkeshwar Bridge Demolition Delay: શા માટે વેપારીઓએ પાળ્યો બંધ?
વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરીમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. બાકીના બે સ્પાન તોડવાની પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલી રહી છે, જેના કારણે:
- ધૂળ અને રજકણો: કાટમાળ તોડતી વખતે ઉડતી ધૂળ અને સેપટથી આખું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે. દુકાનદારો અને રહેવાસીઓ શરદી-ઉધરસ જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
- ટ્રાફિકની સમસ્યા: યોગ્ય આયોજનના અભાવે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેનાથી ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી.
- બેદરકારી: કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બેરિકેડ મૂકવામાં આવ્યા નથી કે ઉડતી ધૂળને રોકવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી.

Hatkeshwar Bridge Demolition Delay: સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ
સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું કહેવું છે કે રસ્તાઓ તૂટી ગયા છે અને ધૂળનું સામ્રાજ્ય છવાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની આ લાપરવાહીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તંત્રને જગાડવા માટે આજે તમામ શોપધારકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પ્રતીક વિરોધ કર્યો છે.
Hatkeshwar Bridge Demolition Delay: વેપારીઓની માગ
વેપારીઓની મુખ્ય માગ છે કે બ્રિજ તોડવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને કામ દરમિયાન ઉડતી ધૂળને રોકવા માટે નિયમિત પાણીનો છંટકાવ તેમજ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




