હરિયાણા સરકારે સામાજિક કલ્યાણના યુગની કરી શરૂઆત

1
98
હરિયાણા સરકારે સામાજિક કલ્યાણના નવા યુગની કરી શરૂઆત
હરિયાણા સરકારે સામાજિક કલ્યાણના નવા યુગની કરી શરૂઆત

હરિયાણા સરકારે સામાજિક કલ્યાણના નવા યુગની શરૂઆત કરી છે. હરિયાણા સરકાર 2જી નવેમ્બરે કરનાલમાં અંત્યોદય કોન્ફરન્સનું આયોજન કરશે. ગરીબ લોકોના જીવનને સુધારવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય ફિલસુફીથી પ્રેરિત હરિયાણા સરકારે રાજ્યમાં સામાજિક કલ્યાણના નવા યુગની શરૂઆત કરી છે. રાજ્યનો હવાલો સાંભળ્યા પછી મુખ્ય પ્રધાન મનોહર લાલે ભારતીય સંસ્કૃતિના મૂળ સિધ્ધાંત અંત્યોદય પ્રત્યે તેમની પ્રતિબધ્ધતા દર્શાવી. હરિયાણા સરકારે છેલ્લા માણસના ઉત્સ્થાનને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ નીતિ પર કામ કરીને હરિયાણા સરકારે સમાજના છેલ્લા વ્યક્તિના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી રહી છે. મુખ્યમંત્રીના અગ્રસચિવ અને માહિતી જનસંપર્ક અને ભાષાના વિભાગના મહા નિર્દેશક ડો. અમિત અગ્રવાલે જણાવ્યું કે સરકારનો પ્રયાસ છે કે ગરીબોને યોજનાના હક્કો સૌ પ્રથમ મળે જેથી વ્યક્તિનું જીવન છેલ્લી લાઈનમાં ઉભા રહેવાથી સુખી અને સમૃદ્ધ બની શકે. આ વિચારસરણી હેઠળ હરિયાણા સરકાર 2 નવેમ્બરે કરનાલમાં અંત્યોદય કોન્ફરન્સનું આયોજન કરશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્ય અતિથી તરીકે ભાગ લેશે. આયુષ્યમાન, પેન્શન યોજના , અને અન્ય યોજનાઓનો લાભ લેનારા લાભાર્થીઓને કોન્ફરન્સમાં બોલાવવામાં આવશે.

https://twitter.com/cmohry/status/1718292922905333912

હરિયાણા સરકાર વિકલાંગ અને વંચિત વર્ગના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને સમાજમાં સામાજિક અને આર્થીક સમરસતા ઉભી કરવા માટે મહત્વપૂર્ણ પગલા લઇ રહી છે. હરિયાણા સરકારનો પ્રયાસ છેકે અંત્યોદય પરિવારના કૌશલ્યનો વિકાસ થાય જેથી પોતાનું કાર્ય શરુ કરવા સક્ષમ બંને. આ માટે ગરીબ પરિવારોને લોન યોજનાઓ , કૌશલ્ય વિકાસ , ખાનગી વિભાગોમાં રોજગાર અને તેમના વિકાસના પ્રવાહમાં સાથે તેમની માટે સરકારની તિજોરીના દરવાજા ખુલ્લા છે.

હરિયાણા સરકાર ગરીબ પરિવારોના ઉસ્થાન માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી અંત્યોદય પરિવાર ઉસ્થાન યોજના દ્વારા 1 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની આવક ઓછામાં ઓછી 1 લાખ 80 હજાર સુધી વધારવાની પહેલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ 50 હજાર લોકોને મુખ્યમંત્રી પરિવાર ઉસ્થાન યોજના હેઠળ અંત્યોદય મેળામાં મદદ પહોંચી છે. ડો. અમિત અગ્રવાલે જણાવ્યું કે સરકાર દ્વારા બીપીએલ પરિવારોને મફત તબીબી સુવિધાઓ આપવા માટે આયુષ્યમાંન ચિરાયું યોજના શરુ કરવામાં આવી છે. તાજેતરમાં આ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 1,80 લાખથી 3 લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે . આ યોજના હેઠળ રાજ્યની ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. અત્યાર સુધીમાં કુલ 87 લાખ આયુષ્યમાન -ચિરાયું કાર્ડ બની ચુક્યા છે. આ યોજના હેઠળ 8 લાખ 50 હજાર દર્દીઓની સારવાર માટે 1088 કરોડ રૂપિયાના ક્લેમ આપવામાં આવ્યા છે.

1 COMMENT

Comments are closed.