હરિયાણા : નવેમ્બરથી બીપીએલ કાર્ડ ધારકોને મફત બાજરીનું વિતરણ કરાશે

0
247
હરિયાણા : નવેમ્બરથી બીપીએલ કાર્ડ ધારકોને મફત બાજરીનું વિતરણ કરાશે
હરિયાણા : નવેમ્બરથી બીપીએલ કાર્ડ ધારકોને મફત બાજરીનું વિતરણ કરાશે

હરિયાણામાં ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે નવેમ્બર મહિનાથી સરકારી રાશન ડેપો પરથી બીપીએલ કાર્ડ ધારક પરિવારોને મફત બાજરીનું વિતરણ કરવાનો આદેશ આપ્યો છે. 35 કિલો અનાજમાંથી 17 કિલો બાજરીનું વિતરણ કરશે જયારે AAY કક્ષામાં પત્ર ધરાવતા પરિવારોને 18 કિલો ઘઉંનું વિતરણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. હરિયાણામાં નવેમ્બરથી 22 જિલ્લાઓમાં 41,71,314ગરીબ પરિવારોને મફતમાં બાજરીનું અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ ગરીબ પરિવારો બાજરીનો સ્વાદ ચાખશે .

1 90

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે સમગ્ર રાજ્યમાં 442718.48 ક્વિન્ટલ બાજરીનો જથ્થો જિલ્લાવાર ફાળવવામાં આવ્યો છે. 31મી ઓક્ટોબર સુધીમાં તમામ અન્ન ડેપોમાં પહોચાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. નવેમ્બર , ડિસેમ્બર , જાન્યુઆરી મહિના દરમિયાન રાજ્યભરમાં 41, 71, 314, BPL કાર્ડ ધરાવતા પરિવારોના 1,16,90075 સભ્યોને સરકારી રાશન ડેપો પર મફત બાજરી મળશે. વિભાગે 35 કિલો અનાજમાંથી 17 કિલો બાજરી આપવામાં આવશે. આ તમામ અનાજ વિનામૂલ્યે આપવામાં આવશે .

રાજ્યના બીપીએલ પરિવારને સભ્યદીઠ પાંચ કિલો ઘઉં મફતમાં મળે છે. નવેમ્બરથી AAY કેટેગરીના પરિવારોને 17 કિલો બાજરી અને 18 કિલો ઘઉં મફત આપવામાં આવશે. રેશન ડેપો પર બીપીએલ કાર્ડ ધારક પરિવારના દરેક પરિવારને સાડા તેર રૂપિયામાં એક લીકોગ્રામ ખંડ મળી રહી છે. જયારે બે લીટર સરસવનું તેલ 40 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે નવેમ્બર મહિનાથી સરકારી રાશન ડેપો પર બીપીએલ પરિવારોને આ લાભ આપવામાં આવશે .

અન્ન ખાદ્ય પુરવઠા વિભાગ મદદનીશ અધિકારી મુકેશ કુમારે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓના જવાબદાર અધિકારીઓને પોતાના જીલ્લાના ડેપો પર બીપીલ કાર્ડ ધારક પરિવારોને મગફ બાજરીનું વિતરણ કરવાનો આદેશ આપ્યો છે અને નવેમ્બરની પહેલી તારીખથી રાજ્યભરમાં તેનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2022-23માં આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેર કર્યું છે અને અ ઠરાવ દુનિયાના 70થી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું. અહી ઉલ્લેખનીય છેકે ભારતમાં બાજરીનું ઉત્પાદન સૌથી વધારે થઇ રહ્યું છે અને બાજરીમાં પોષકતત્વો પણ ભરપુર માત્રામાં હોય છે. ભારતમાં શિયાળુ બાજરી અને ઉનાળુ બાજરી એમ બે સિઝનમાં બાજરીનો પાક લેવામાં આવે છે .