Harmanpreet Kaur એ પાકિસ્તાન – #HarmanpreetKaur #indiapakistan #boycottpakistan – ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ફરી એક વખત રવિવારે એક-બીજાની સામે આવી છે. આ વખતે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં બંને ટીમો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમી રહી છે. બીસીસીઆઈની નો હેન્ડશેક પોલિસી એશિયા કપ પછી હવે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં પણ જોવા મળી છે. કોલંબોમાં રવિવારે મેચ શરૂ થતા પહેલાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા.
ભારતીય કેપ્ટન Harmanpreet Kaur એ પાકિસ્તાન ફાતિમા સાથે હાથ ના મિલાવ્યા
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલાં એશિયા કપ 2025માં ભારતીય પુરુષ ટીમે પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. તે સમયે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ત્રણેય મેચ પહેલાં અને ભારતીય ખેલાડીઓએ ત્રણેય મેચ પછી પાકિસ્તાની કેપ્ટન અને ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા.

બીસીસીઆઈની નો હેન્ડશેક પોલિસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે બોર્ડ દ્વારા ખેલાડીઓને પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. નો હેન્ડશેક નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. અમારું ધ્યાન ફક્ત રમત પર છે.” આ મુદ્દો સૌપ્રથમ પુરુષ એશિયા કપ દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. પાકિસ્તાની ટીમના કોચ માઈક હેસને દાવો કર્યો હતો કે ભારતીય ટીમે સુરક્ષા અને રાજકીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આવું કર્યું હતું.

ભારતે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે વિજયી શરૂઆત કરી છે
ભારતીય ટીમે પીસીબી પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીના હાથે એશિયા કપ ટ્રોફી લેવાનો ઇનકાર કર્યા પછી તણાવ વધ્યો હતો. ભારત સરકારે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથેના રમતગમતના સંબંધો માત્ર ICC અથવા ન્યૂટ્રલ વેન્યૂ પર યોજાતી ટૂર્નામેન્ટ સુધી મર્યાદિત રહેશે.
એશિયા કપમાં ભારતે Harmanpreet Kaur એ પાકિસ્તાન ખેલાડીઓ સાથે હાથ મિલાવાનો ઈનકાર કર્યો હતો
બંને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી 2012-13માં રમાઈ હતી. મહિલા વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ કોલંબોમાં રોકાઈ છે, જ્યારે ભારતની મેચો ગુવાહાટી અને કોલંબોમાં રમાઈ રહી છે.

હિન્દીમાં સમાચાર જોવા માટે વી.આર.ન્યુઝ લાઇવ પર અહિયાં ક્લિક કરીને વિઝીટ કરો
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે