હરિયાણા સરકાર ૪ NDPS નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે મંજુરી

0
183
હરિયાણા સરકાર ૪ નવી કોર્ટ NDPS
હરિયાણા સરકાર ૪ નવી કોર્ટ NDPS

હરિયાણા સરકાર એ ૪ વધારે NDPS ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનની જાહેરાત કરી છે.૬ પેહલેથી જ સૂચિત અને એક કાર્યરત છે એવી માહિતી એક વરિષ્ઠ અમલદારે સોમવારે જણાવ્યું હતું.હરિયાણાના મુખ્ય સચિવ સંજીવ કૌશલે કહ્યું કે, અદાલતો નારકોટીક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટના કેસોના ઝડપી નિરાકરણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.જેના લીધે મહત્તમ લાભ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે થશે. હરિયાણા રાજ્ય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દરેક ગામડામાં ડ્રગ્સ તસ્કરોની માહિતીના ડેટા ભેગા કરી રહ્યું છે. નાર્કો કોઓર્ડીનેશન સેન્ટર અથવા એનસીઓઆરડીની છઠી સર્વોચ્ય સમિતિની બેઠકમાં વિડીઓ લીન્ક દ્વારા હાજરી આપ્યા પછી કૌશલે કીધું, રાજ્ય સરકારે ડ્રગ દુરુપયોગ સામે લડવા માટે એક ઇકો સીસ્ટમને મજબુત કરવા માટે સલાહકાર બોર્ડણી સ્થાપના પણ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આ બેઠક થઇ.જેમાં સરકાર અને હરિયાણા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અપગ્રેડ કરવા માટે પગલા લઇ રહયા છે તેની વાત પણ કરવામાં આવી. ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે ક્ષમતાઓ વધારવી અનિવાર્ય છે, તેના માટે અપગ્રેડ કરવામાં આવી રહયા છે.આમાં મુખ્યત્વે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનું અપગ્રેડેશન રોહતક,હિસાર અને પંચકુલામાં નવા મંજુર સ્ટેશન પર કાર્યરત થશે.હરિયાણા રાજ્ય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગના ગુનાઓ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો અંગે તપાસ માટે એસઓપી તૈયારી કરાઈ છે.બ્યુરોએ મોનીટરીંગ અને વિશ્લેષણ માટે NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવેલી મિલકતોના ડેટા પણ તૈયાર કરાયા છે.૪ NDPS ફાસ્ટ ટ્રેક કોર્ટ આ ગુનેગારોને સજા આપવામાં મદદ કરશે.

હરિયાણા સરકાર ૪ નવી કોર્ટ NDPS
હરિયાણા સરકાર ૪ નવી કોર્ટ NDPS

કૌશલે વધુમાં વિગતો આપી કે સરકારે હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉતરાખંડ, દિલ્લી અને ચંડીગઢ વચ્ચે આંતર રાજ્ય દવા સચિવાલય પણ સ્થાપીયું છે. હરિયાણા સ્ટેટ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ NDPS એક્ટ હેઠળ ડેટા અને કાર્યવાહી સરળ કરવા માટે HAWK નામનું સોફ્ટવેર પણ વિક્સવિયું છે.૨૦૨૧ થી આ સોફ્ટવેર ડ્રગના ગુનામાં સંડોવાયેલ દરેક ડેટાને સંગ્રહ કરતુ આયુ છે. વધુમાં ૪ NDPS ફાસ્ટ ટ્રેક કોર્ટ આ ગુનેગારોને સજા આપવામાં ગણી મદદ રૂપ સાબિત થશે અને ઝડપી કાર્યવાહી થશે.

વધુમાં ભાજપ એ મધ્ય પ્રદેશમાં  શિવરાજસિંહ ચૌહાણને તો રાજસ્થાનમાં 7 સાંસદોને આપી ટિકિટ