Hardik patel:2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ, કોર્ટમાં ટ્રાયલની શરૂઆત#HardikPatel,#PatidarAndolan,#NikollCase

0
120
Hardik patel:
Hardik patel:

Hardik patel:#HardikPatel,#PatidarAndolan,#NikollCaseઅમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આજે ભાજપના વિરમગામ MLA અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન દાખલ થયેલા કેસમાં ચાર્જફ્રેમ કર્યા છે. આ સાથે હવે આ કેસમાં કાનૂની ટ્રાયલની પ્રક્રિયા શરૂ થશે.

Hardik patel:

Hardik patel:નિકોલ પોલીસ મથકનો કેસ

આ કેસ 2015માં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ પર નીચેના ગુનાઓનાં આરોપ મૂકવામાં આવ્યા હતા:

  • ગેરકાયદે મંડળી (IPC 143)
  • રાયોટિંગ (IPC 147, 149)
  • સરકારી કર્મચારી પર હુમલો (IPC 353)
  • કાયદેસરના હુકમનો ભંગ (IPC 188)
  • સરકારી કામગીરીમાં બાધા (IPC 186)
  • ધમકી (IPC 506) સહિતની કલમો

આ કેસમાં અગાઉ ગેરહાજર રહેવા બદલ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ પણ જાહેર થયું હતું, જેને બાદમાં હાઈકોર્ટએ રદ કર્યું હતું. હાઈકોર્ટમાં હાજરીની બાંયધરી આપ્યા બાદ હાર્દિક પટેલને નીચેની કોર્ટમાં હાજર રહેવાનો આદેશ મળ્યો હતો.

Hardik patel:

Hardik patel:કોર્ટમાં ચોથી મુદતે હાજરી

આજે ચોથી મુદતે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા. તેમની જમાનત રદ કરવા માટેની સરકારપક્ષની અરજીને કોર્ટએ સ્વીકારી નહોતી, પરંતુ તેમની મુક્તિ અરજી (ડિસ્ચાર્જ એપ્લિકેશન) પણ કોર્ટએ નામંજૂર કરી હતી.

2015ના આંદોલનની પૃષ્ઠભૂમિ

પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ વિસ્તારમાં પાટીદાર નેતાઓએ પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું હતું.
ફરિયાદ મુજબ:

  • પરવાનગી વિના રેલી કાઢવામાં આવી
  • પોલીસ રેલી રોકે ત્યારે ઉશ્કેરાટ
  • પોલીસ સાથે ઝપાઝપી અને અપશબ્દો
  • કમિશનરના જાહેરનામાનો ભંગ

આંદોલન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મૃત્યુ થયા હતા. ઘણી જગ્યાએ પોલીસ ફાયરિંગ, દમન અને તોડફોડના બનાવો સામે આવ્યા હતા.

Hardik patel:

Hardik patel:શહીદ પાટીદાર પરિવારોની માંગણીઓ

2015ની ઘટનાઓ બાદ પાટીદાર સમાજે:

  • પોલીસ દમનની તપાસ
  • શહીદ પરિવારને નોકરી
  • ન્યાયિક તપાસ માટે પંચની રચના
    જેવી મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરી હતી.

વધુ સમાચાર જોવા માટે અહીક્લિક કરો:

Missing Child:બાળકો ગુમ થવાના આંકડાથી સુપ્રીમ કોર્ટ ચોંક્યું- દર 8 મિનિટે એક બાળક અદૃશ્ય