Happy Retirement: ‘વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે

0
126
Happy Retirement: 'વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે
Happy Retirement: 'વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે

Happy Retirement: દિલ્હી બોય/કિંગ કોહલી/સ્ટાર ક્રિકેટર/આઇકોનિક ક્રિકેટર વિરાટ કોહલીની ચર્ચા આજે ચારેકોર છે. 5 નવેમ્બર, 1988ના રોજ જન્મેલા વિરાટ કોહલી (Virat Kohli) T20 વર્લ્ડ કપ-2024નો ખિતાબ ભારતે જીત્યો બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. કોહલીની રમતગમત કારકિર્દીનું સૌથી જાણીતું પાસું 2011નું છે, જ્યારે તેણે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ક્રિકેટ ઈતિહાસમાં ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન હોવા ઉપરાંત, તેને સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે.

ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે ટેસ્ટ અને વન-ડેમાં રમવાનું ચાલુ રાખશે, પરંતુ T20I ક્રિકેટમાં આ તેની છેલ્લી મેચ છે.

Happy Retirement: 'વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે
Happy Retirement: ‘વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે

વિરાટ કોહલી પ્રારંભિક જીવન પર નજર :

ભારતના સર્વશ્રેષ્ઠ એથ્લેટ્સમાંથી એક વિરાટ કોહલી છે. વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. વિરાટના પિતા, પ્રેમ કોહલી, ફોજદારી વકીલ તરીકે કામ કરતા હતા અને તેમની માતા સરોજ કોહલી એક ગૃહિણી હતા. તેનો એક મોટો ભાઈ વિકાસ અને મોટી બહેન ભાવના છે. કોહલીના શરૂઆતના વર્ષો ઉત્તમ નગરમાં વિતાવ્યા હતા અને વિશાલ ભારતી પબ્લિક સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણની શરૂઆત કરી હતી.

1998 માં, વેસ્ટ દિલ્હી ક્રિકેટ એકેડમી (WCDA) ની રચના કરવામાં આવી હતી અને તે વર્ષના 30 મેના રોજ પ્રેમ કોહલીએ, તેના નાના પુત્રના ક્રિકેટ પ્રત્યેના ઉત્સાહને સમર્થન આપ્યું.

તેની ક્ષમતાઓ હોવા છતાં, તેણે અંડર-14 દિલ્હીની ટીમમાં સ્થાન મેળવવામાં અસમર્થ રહ્યો જેના કારણે તેમના પિતાને આંચકાનો લાગ્યો હતો. યોગ્યતાના અભાવના કારણે નહીં પરંતુ બાહ્ય પરિબળોને કારણે તેણે ટીમમાં સ્થાન મળ્યું ન હતું. તેની યોગ્યતાના આધારે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)એ કોહલીને આખરે અંડર-15 દિલ્હીની ટીમમાં સામેલ કરવો પડ્યો.

Happy Retirement: 'વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે
Happy Retirement: ‘વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે

18 ડિસેમ્બર 2006ના રોજ, પ્રેમ કોહલીનું મગજના હુમલાના (cerebral attack) કારણે મૃત્યુ થયું, વિરાટના બાળપણમાં તેના પિતાએ ક્રિકેટ તાલીમમાં તેને ખૂબ ટેકો આપ્યો અને ક્રિકેટ કેરિયરની શરૂઆત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પિતાના અચાનક અવસાન બાદ કોહલી વધુ પરિપક્વ બનીને ક્રિકેટ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

અંગત જીવન :

વર્ષ 2013માં કોહલીના બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેના લવ રિલેશન રહ્યા, તેઓની જોડીને લોકો દ્વારા “વિરુષ્કા” (Virushka) નામ આપવામાં આવ્યું. ગ્રેહામ બેન્સિંગર સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, કોહલીએ જણાવ્યું હતું કે, તેઓ બંને પહેલીવાર ક્લિયર શેમ્પૂના પ્રમોશનલ શૂટમાં મળ્યા હતા.

5 54
Happy Retirement: ‘વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે

11 ડિસેમ્બર 2017ના રોજ, ઈટાલીના ફ્લોરેન્સ ખાતે આ જોડી લગ્નના તાંતણે બંધાઈ ગઈ, અને જે દેશના સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટી યુગલોમાંનું એક બન્યું છે. 11 જાન્યુઆરી 2021ના રોજ, વિરાટ – અનુષ્કાના ઘરે પુત્રીનો જન્મ થયો, જેનું નામ સંસ્કૃત શબ્દ વામિકા રાખવામા આવ્યું જેનો અર્થ થાય છે – “નાની દેવી” (little goddess). અનુષ્કા-વિરાટ બીજા બાળકનું નામ ભગવાન શિવના નામ પર ‘અકાય’ રાખવામાં આવ્યું છે.

Happy Retirement: 'વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે
Happy Retirement: ‘વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે

Happy Retirement: T20I કારકિર્દી

વિરાટ કોહલીએ તેની T20I કારકિર્દીમાં કુલ 125 મેચ રમી છે. આ દરમિયાન વિરાટે 48.69ની એવરેજથી 4188 રન બનાવ્યા હતા. વિરાટે તેની T20I કારકિર્દીમાં 3056 બોલનો સામનો કર્યો હતો, જે T20Iમાં કોઈપણ બેટ્સમેન દ્વારા કરવામાં આવેલો બીજા સૌથી વધુ બોલ છે. વિરાટે તેની T20I કારકિર્દીમાં કુલ 38 અડધી સદી ફટકારી છે અને 1 સદી પણ ફટકારી છે. આ સદી 2022ના એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે આવી હતી.

Happy Retirement: 'વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે
Happy Retirement: ‘વિરાટ સિર્ફ નામ હી કાફી હૈ…’; વિરાટની વિરાટ સફર… અમારી સાથે

મેચ કેરિયરમાં અત્યાર સુધી રમાયેલી 115 ટી20 મેચોમાં વિરાટ કોહલીએ 53ની એવરેજથી 4,008 રન બનાવ્યા છે. તેની સમગ્ર ટી20 કારકિર્દીમાં વિરાટ કોહલીએ 356 ચોગ્ગા અને 117 છગ્ગા ફટકાર્યા છે. કુલ 911 પોઈન્ટ સાથે તે ICC ODI બેટિંગ રેન્કિંગમાં છઠા ક્રમે છે.

વિરાટ અને વિવાદ | Virat Kohli & Controversy:

વિરાટ (Virat Kohli) સામાન્ય રીતે ગ્રાઉન્ડમાં રમૂજ કરતો જોવા મળે છે, પરંતુ આ રમૂજ સ્વભાવની સાથે કેટલીક વખત તે મેદાન પર ગુસ્સે થતો પણ જોવા મળ્યો છે, જેના કારણે તે વિવાદમાં પણ ફસાયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો