નરેન્દ્ર મોદી આજે વિશ્વફ્લક પર લોકપ્રિય નયા તરીકે ઉભરી આવ્યા છે… 17મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ 73 વર્ષના થયા. 17 વર્ષની ઉંમરે ઘર નરેન્દ્ર મોદીએ ઘર છોડ્યું હતું…
12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી બાદ તેઓ પ્રધાનમંત્રી બન્યા પ્રધામંત્રી બન્યા બાદ તેમને સતત બીજી ટર્મ જીતી… વડાપ્રધાન થયા બાદ નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાનો પ્રારંભ થયો…
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, યુગદ્રષ્ટા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અનેકાનેક શુભકામના પાઠવું છું.
તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધાયુ માટે તેમને અડાલજના ત્રિ-મંદિર ખાતે ભગવાનને પ્રાથના પણ કરી હતી…
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેશના લોકપ્રિય વડા પ્રધાન કે જેમણે પોતાની દૂરંદેશી, અથાક મહેનત અને નિઃસ્વાર્થ સેવા દ્વારા કરોડો લોકોના જીવનમાં સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ લાવ્યા છે. હું તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું…
રાજસ્થાનના મુખ્યમંત્રી સીએમ અશોક ગેહલોતે વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવી…
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી..
બિહારના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી…