ઈઝરાયલ પર હમાસનો રોકેટ એટેક

0
64
ઈઝરાયલ પર હમાસનો રોકેટ એટેક
ઈઝરાયલ પર હમાસનો રોકેટ એટેક

હમાસનો ઈઝરાયલ પર રોકેટ એટેક

 રાજધાની સહિત બે શહેરોને નિશાના બનાવ્યા

 યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

હમાસે રોકેટથી હુમલો કર્યો

હુમલામાં એક વ્યક્તિનું મોત

હમાસ ના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ દળોએ આતંકવાદીઓના પ્રવેશની પુષ્ટિ કરી છે. આ સિવાય ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતા. હમાસે આ હુમલાની જવાબદારી લીધી છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાંથી મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસી ગયા છે અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હમાસ ના આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં ડઝનેક રોકેટ છોડ્યા હતા, જેના કલાકો પછી ઘૂસણખોરીના અહેવાલો આવ્યા હતા. હમાસે કહ્યું કે તેની સૈન્ય શાખાના વડા મોહમ્મદ ડેઇફે શનિવારે સાંજ સુધીમાં મહત્વની જાહેરાત કરવાની યોજના બનાવી છે. ડીફે રેકોર્ડેડ મેસેજ બહાર પાડ્યો અને તેને ઓપરેશન અલ અક્સા સ્ટોર્મ નામ આપવામાં આવ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે દુશ્મનની જગ્યાઓ, એરપોર્ટ અને અન્ય સૈન્ય લક્ષ્યોને 5,000 રોકેટ વડે નિશાન બનાવવામાં આવ્યા છે.

ઇઝરાયેલે યુદ્ધની સ્થિતિજાહેર 

ઇઝરાયલ અને ગાઝા પટ્ટી પર યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. આ ભાગમાં સતત રોકેટ હુમલાઓ થઇ રહ્યા છે. જેની વચ્ચે હવે ઇઝરાયેલે આ વિસ્તારને ‘સ્ટેટ ઓફ વૉર’ કર્યું છે, અને યુદ્ધની પરિસ્થીતી જન્મી છે. ઇઝરાયેલે નાગરિકોને સુરક્ષા સ્થળો પર ખસી જવા માટે પણ અપીલ કરી છે.ઈઝરાયલ પણ આ અગં જવાબી કાર્યવાહી કરશે તેવી પૂરે પૂરે શક્યાતા છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ