હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન સંપર્ક માટે ઉપયોગી છે ખાસ કરીને કોઈ પણ વાવાઝોડું હોય કે અન્ય કુદરતી આપદા , હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન સંકટ સમયે આ સંપર્ક વ્યવસ્થા ખુબ જ ઉપયોગી છે . દરિયાકાંઠા તરફ વાવાઝોડું આવી રહ્યું છે . રાજ્યના કચ્છ જીલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ૩ સેટેલાઈટ ફોન ફાળવાયા અને ગાંધીનગર દ્વારા હેમ રેડીયો ટીમ ફાળવાઈ છે. કુદરતી આપદા સમયે કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ જાય ત્યારે થાય છે સેટેલાઈટ ફોનનો ઉપયોગ અને હેમ રેડિયો અગત્યના ઉપકરણો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિના પગલે GSDMA, ગાંધીનગર દ્વારા હેમ રેડીયો ટીમ ફાળવાઈ છે . આ બંને ઉપકારનો કેવી રીતે કામ કરે છે તે જાણો.
વાવાઝોડું બિપરજોયના પગલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની રાહબરી હેઠળ અને જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા પ્રસાશન દ્વારા અગમચેતીના ભાગરૂપે આપદા પ્રબંધનની વિવિઘ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જો આ કુદરતી આપદાના સમયમાં કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ જાય તો ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાને વધુ ૩ સેટેલાઈટ ફોન ફાળવવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર કચેરીના સેટેલાઈટ ફોન નં. ૮૯૯૧૧૧૫૦૩૭, મામલતદાર ભાણવડ ૮૯૯૧૧૧૫૦૩૪, મામલતદાર દ્વારકા ૮૯૯૧૧૧૫૦૪૨, મામલતદાર કલ્યાણપુર ૮૯૯૧૧૧૫૦૩૩ છે. સેટેલાઈટ ફોન આકાશમાં સ્થિત સેટેલાઈટ તરંગો દ્વારા કામ કરે છે.

સેટેલાઇટ ફોન ઉપયોગ કરવાની પદ્ધતિ પણ દરેક નાગરિકોએ જાણવા જેવી છે
1 સૌપ્રથમ સેટેલાઈટ ફોન ચાલુ કરવા રેડ બટન ઓન કરવું.
2 કવરેજ એરિયામાં ઉભા રહેવું. બિલ્ડીંગ બહારથી ઓપરેટ કરવું શક્ય છે.
3 “Ready for service“ આવે ત્યારબાદ જે તે જીલ્લામાં નંબર લગાડવો.
4 ફોનબુકમાં તમામ જીલ્લાના સેટેલાઇટ નંબર સેવ છે.
5 ડાયરેક્ટ સેટેલાઈટ થી સેટેલાઈટ ફોન કરવા “૦” ડાયલ કરી ત્યારબાદ જે-તે જીલ્લાનો “૧૦” ડીઝીટનો નંબર લગાવવો.
સેટેલાઇટ ફોનથી કોઇ અધિકારીના મોબાઇલ ફોન પર વાત કરવા તથા કચેરીના લેન્ડલાઇન પર વાત કરવા માટે પ્રથમ “૦૦૯૧” ડાયલ કરવું ત્યારબાદ મોબાઇલ નંબર / STD કોડ સાથે કચેરીના લેન્ડલાઇન નંબર ડાયલ કરવો.
હેમ રેડિયો કેવી રીતે કામ કરે છે
દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડુ અને તેનું જોખમ તોળાઈ રહ્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ કુદરતી આપદાના સમયે સંદેશા વ્યવહાર ખોરવાય નહિ તે માટે હેમ રેડિયો સિસ્ટમ GSDMA (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવી છે.વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ થઇ જાય તો તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર માટે હેમ રેડિયો એક અસરકારક સાધન છે.

હેમ રેડિયો ઓપરેટર પ્રતીક નીમ્બાર્ક, મનીષ જાની, ધવલભાઈ સહિતના સભ્યો સાથેની હેમ રેડીયો ટીમ સર્કીટ હાઉસ, દ્વારકા ખાતે કાર્યરત કરવામાં આવી છે. હેમ રેડિયો એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ પણ ખૂણે વાત કરવા કે સંદેશો મોકલવા માટે વીજ પુરવઠાની, સંચાર સાધનો કે ઈન્ટરનેટની જરૂરિયાત રહેતી નથી. આ હેમ રેડિયો એક એવુ કોમ્યુનિકેશન માધ્યમ છે, કે જે કુદરતી આપદામાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બની જાય છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિમાં તમામ પ્રકારની સંભાવનાઓને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સંચાર સેવાઓ ખોવાઈ જવાની સ્થિતિમાં આ હેમ રેડિયો સિસ્ટમ આપાતકાલીન સંદેશાની આપ-લે માટે ખૂબ મહત્વની કડી બની રહેશે.