
Gutka માવા, તમાકુ ખાવાથી અને ધ્રુમપાન કરવાથી આપણને ઘણું નુકસાન થાય છે, જેથી દાંતની ચમક પણ ધીરે ધીરે ઓછી થતી જાય છે. જો તમે પણ ગુટકા માવા, તમાકુ અને ધ્રુમપાનના કારણે દાંતની સફેદી ગુમાવી ચુક્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક ઘરેલું ઉપાયો અજમાવીને ચાલો તમારા દાંતને ચમકદાર બનાવીએ.
લોકો જાણે છે કે આ ખરાબ વસ્તુ છે, તેમ છતાં પણ આ લોકો ખાતા હોય છે. આ આરોગ્ય માટે તો હાનિકારક છે. આ સાથે જ તેનાથી દાંતની ચમક પણ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. આના કારણે દાંત પીળા, ભૂરા અથવા કાળા પડી જાય છે અને તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

Gutka માવા, તમાકુ ખાવાથી અને ધ્રુમપાન કરવા વાળાના દાંત અલગથી જ દેખાય છે. દાંતની ગંદકી પણ સાફ કરવી છે, તો લીમડો ખૂબ અસરકારક છે. લીમડામાં નેચરલ એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે દાંતની ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. રોજ સવારે લીમડાના દાતણ કરવાથી દાંતનું પીળાપણું ઓછું થાય છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. તમે લીમડાના પાઉડરથી પણ બ્રશ કરી શકો છો.

૧. બેકિંગ સોડા અને લીંબુ
બેકિંગ સોડા એક નેચરલ ક્લીનઝર છે અને લીંબુમાં સિટ્રિક એસિડ હોય છે, જે ઊંડાણથી સફાઈ કરે છે. એક ચપટી બેકિંગ સોડામાં થોડા ટીપાં લીંબુના મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને અઠવાડિયામાં બે વાર બ્રશ કરો. આ પેસ્ટ દાંત પર દરરોજ ન વાપરો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં ૨ વાર જ કરો.
૨. સરસવનું તેલ અને મીઠું, સ્ટ્રોબેરી
જૂના સમયમાં દાંતની સફાઈ માટે સરસવના તેલમાં મીઠું મિક્સ કરીને રગડવામાં આવતું હતું. આ પીળાશ દૂર કરવા અને મસૂડા મજબૂત બનાવવા માટે પણ મદદરૂપ છે. આ ઉપરાંત, સ્ટ્રોબેરીમાં મેલિક એસિડ હોય છે, જે દાંતના ડાઘ દૂર કરવામાં સહાયક છે. એક સ્ટ્રોબેરીને મેશ કરીને તેમાં થોડું બેકિંગ સોડા મિક્સ કરો અને દાંત પર લગાવો. આ રીતે તમારા દાંત ખૂબ જ સાફ થઈ જશે.
૩. પીળા દાંતને સાફ કરવા માટે તમારે કેળાની છાલ સિંધવ મીઠાની સાથે લીમડાના દાંતણઓ ઉપયોગ કરવાથી આપનાં દાંત મોતીની જેમ ચમક્વામાં મદદ કરશે.

૪. કોઈ સારા ડેન્ટલ ડોક્ટરને બતાવો
ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા તે પ્રોપર તમને સ્કેલીંગ અને પોલિશિંગ કરશે. જે દાંત ઉપર લાલાશ-પીળાશને જામી ગયેલા કાળા ડાઘને પણ નીકાળી દેશે અને દાંત પર છારી બાજી ગઈ હશે તેને પણ દુર કરશે.
આ ઉપરાંત, સ્મોકિંગ અને ગુટખા છોડી દો, નહીં તો તેની અસર જોવા મળશે નહીં અને આ તમારો સૌથી પહેલું પગલું હોવું જોઈએ, કારણ કે આ વસ્તુઓ તમને થોડા સમય માટે ખુશ કરે છે, પરંતુ તેના પરિણામો ખતરનાક છે.
મોં ખોલવાનું ઓછું થયું હોય તો તેનું સચોટ માપ લઈને નિદાન કરે છે. કેન્સર પહેલા કે થયા બાદ મોંમાં દેખાતું કોઈપણ ચિન્હ જેને તબીબી ભાષામાં લીઝન કહેવાય છે. તેનો ઉપરોક્ત ભાગ કાઢી યોગ્ય રીતે હિસ્ટોપેથોલોજીક એસેસમેન્ટ કરી કેન્સરનું નિદાન કરી શકાય છે.

Table of Contents
Family Doctor 1584 | મોઢા અને દાંતની કાળજી | VR LIVE
Family Doctor 1578 | પાયોરિયા | VR LIVE
SURAT : ભારતમાં પહેલી વાર આવી ટેસ્લાની સાયબરટ્રક
ઉનાળામાં કેવું માટલું ખરીદવું જોઈએ… ક્યા માટલાનું સૌથી ઠંડું રહે છે??