Guru Tegh Bahadur Shaheedi Diwas : ગુરૂ તેગ બહાદુર શીખોના 9મા ગુરૂ હતા. તેમનો જન્મ 21 એપ્રિલ, 1621ના રોજ માતા નાનકી અને શીખોના છઠ્ઠા ગુરૂ ‘ગુરૂ હરગોવિંદ’ને ત્યાં પવિત્ર શહેર અમૃતસરમાં ગુરૂ કે મહેલ તરીકે ઓળખાતા ઘરમાં થયો હતો.
ગુરૂ તેગ બહાદુર ગુરૂ હરગોવિંદ સાહેબના સૌથી નાના પુત્ર હતા. તેઓને ‘હિંદ કી ચાદર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મને બચાવવા માટે તેણે મુઘલ શાસક ઔરંગઝેબ સામે પર સીધો મુકાબલો કર્યો હતો. તેણે પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું માથું કાપી નાખ્યું. 24 નવેમ્બર 1675 ના રોજ, બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરવાની ના પડતા મુસ્લિમ બનવાનો ઇનકાર કરીને શહાદત સ્વીકારી હતી, દિલ્હીના ચાંદની ચોકમાં ઔરંગઝેબે ગુરૂ સાહિબનું માથું થડથી અલગ કરી દીધું હતું.

જ્યારે ઔરંગઝેબના બળજબરીથી થયેલા ધર્માંતરણ સામે મોરચો ખોલવામાં આવ્યો હતો. ઈસ્લામ ન સ્વીકારવાને કારણે ઔરંગઝેબે 1675માં બધાની સામે તેમનું (Guru Tegh Bahadur) માથું કાપી નાખ્યું હતું. ગુરૂ તેગ બહાદુર શિરચ્છેદ કરવા સંમત થયા, પરંતુ ઔરંગઝેબ સામે ઝૂક્યા નહીં.
ગુરૂ તેગ બહાદુર સાહેબે (Guru Tegh Bahadur) ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ કાશ્મીરી પંડિતોની ધાર્મિક સ્વતંત્રતા બચાવવા સ્વેચ્છાએ ફાંસી આપવાની ઓફર કરી હતી. ત્યારબાદ, ઔરંગઝેબના આદેશથી વિશાળ ભીડની સામે તેનો શિરચ્છેદ કરવામાં આવ્યો. આ આત્મ-બલિદાન 24મી નવેમ્બર, 1675ના રોજ ચાંદની ચોક, જૂની દિલ્હી ખાતે થયું હતું.

અહીંથી રંગરેટા માથું લઈને આનંદપુર સાહિબ તરફ દોડી હતી. આનંદપુર સાહિબમાં શ્રી ગુરૂ ગોવિંદ સિંહજીએ આ માથાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
હિંદ-દી-ચાદર પર થયેલા અત્યાચારની યાદમાં ગુરુદ્વારા સીસ ગંજ સાહિબની સ્થાપના કરવામાં આવી હતી. આ ગુરૂ શૌર્ય અને દૃઢતાના પ્રતિક હતા અને ગુરુદ્વારા આ પરોપકારી ગુરુની શહાદતનું ચિહ્ન છે. દર વર્ષે, 24મી નવેમ્બરને ગુરૂ તેગ બહાદુરજી (Guru Tegh Bahadur) ના ‘શહીદી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, અને આ ઘટના વિશ્વમાં માનવ અધિકારો માટે સૌપ્રથમ શહાદત હતી. આ ગુરુના ઉપદેશો દરેકને પ્રેમ અને એકતાની ભાવનાથી ભરી દે છે.