GUJRAT EXIT POLL : ગુજરાતના EXIT POLL માં ભાજપના ગઢમાં ગાબડું ? ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે એક બેઠક

0
251
GUJRAT EXIT POLL
GUJRAT EXIT POLL

GUJRAT EXIT POLL : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થઈ ગયું હતું. હવે 4 જૂને મતગણતરી થવાની છે. એ પહેલાં આજે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. જેમાં ABP C-VOTER ના સરવેમાં ભાજપને 25  જ્યારે I.N.D.I.Aને 1 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે ટીવી 9 અને ન્યૂઝ24-ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 26 સીટ મળવાનું અનુમાન છે.

GUJRAT EXIT POLL

GUJRAT EXIT POLL :  ક્ષત્રીય આંદોલને ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું ?  

ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી એકતરફી રહેશે એવો માહોલ અગાઉ જણાતો હતો, પરંતુ જેમ જેમ મતદાનના દિવસો નજીક આવ્યા એમ-એમ ક્ષત્રિય આંદોલનના કારણે રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો, એટલે જ આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલી સીટો મળશે એ સૌકોઈના મનમાં સવાલ છે.

GUJRAT EXIT POLL
Power Play 1578

GUJRAT EXIT POLL :  ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં એકપણ સીટ આવી ન હતી. આ વખતે I.N.D.I.A નામથી બનેલા ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી 2 સીટ ભરૂચ અને ભાવનગર એમ 2 સીટ ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા.

GUJRAT EXIT POLL

GUJRAT EXIT POLL :  સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું અને ત્યાર બાદ નાટ્યાત્મક રીતે ભાજપના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા એટલે ભાજપના મુકેશ દલાલના બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ, ભાજપના ખાતામાં એક બેઠક આવી ગઈ છે. 7મેના રોજ બાકીની 25 બેઠક પર મતદાન થયું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો