Gujrat corona : રાજ્યમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. અમદાવાદમાં આજે કોરોનાના વધુ 5 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરના બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગ્લોરની નિકળી છે. પાંચ કેસમાંથી બે પુરૂષ અને 3 મહિલા સંક્રમિત થઈ છે. અમદાવાદમાં અત્યારસુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે. જેમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 33 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.
Gujrat corona

Gujrat corona : દેશમાં 24 કલાકમાં 656 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 656 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત પણ થયું છે. કોરોનાના એક્ટિવ કેસ સંખ્યા 3742 પર પહોંચી છે. (Gujrat corona) શનિવારે કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કેસ વધ્યા બાદ કેન્દ્ર સરકારે પણ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેના નિવારણ માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે.

Gujrat corona : ડોક્ટરોએ પણ ચેતવણી આપી
હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કોવિડનું નવું સબ વેરિયન્ટ JN.1 છે. જેના કેસ વધી રહ્યા છે. પરંતુ આનાથી નર્વસ કે ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. આ સલાહ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડોક્ટરોએ આપી છે

કેવી રીતે તમારી અને અન્ય લોકોની સુરક્ષા કરવી?
- જ્યારે બહાર જાઓ ત્યારે માસ્ક પહેરવું.
- જો શરદી, તાવ અથવા કોવિડ-19નાં લક્ષણો હોય તો ઘરે જ રહો અને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટિંગ કરાવવું.
- કોવિડ-19 વેક્સિનેશન રોગ અટકાવવા માટે ખૂબ જ મહત્ત્વનું છે.
- છીંક આવે ત્યારે મોં પર રૂમાલ રાખવો અથવા કોણી પર મોં રાખીને છીંક અથવા ઉધરસ ખાવી.
- એકબીજાના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
- નિયમિત તમારા હાથ ધોવો અને સૂકા કરો.
કોવિડ-19નાં લક્ષણો
નવી અથવા વધુ ને વધુ થતી જતી ઉધરસ, તાવ, શ્વાસ ચડવો, ગળું છોલાવું. છીંક આવવી અને નાક વહેવું, ટૂંકા ગાળા માટે સૂંઘવા અને સ્વાદ પારખવાની સંવેદના જતી રહેવી, ઝાડા, માથું દુખવું, સ્નાયુઓમાં દુ:ખાવો અથવા શરીર દુખવું, ઊબકા, ઊલટી, અસ્વસ્થતા-અસ્વસ્થ હોવાની સામાન્ય લાગણી, બીમારી અથવા થોડી પ્રતિકૂળતા લાગવી, છાતીમાં દુ:ખાવો, પેટમાં દુ:ખાવો, સાંધામાં દુઃખાવો થવો, મૂંઝવણ અને ચીડિયાપણું વગેરે કોવિડ-19નાં લક્ષણો છે.
તમે આ પણ વાંચી શકો છો
Intermittent Fasting: મગજ પર અસર કરે છે આવા ઉપવાસ, જાણો શું છે રીપોર્ટમાં