સીએમ ભુપેન્દ્ર પટેલે નીતિ આયોગની બેઠકમાં લીધો ભાગ
અર્થતંત્રમાં ગુજરાતની ભાગદારી 10 ટકાથી વધુ કરવાનો લક્ષ્ય
નવી દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકનુ આયોજન થયું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતી કરી હતી,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી ૧૦% થી વધુ કરવાનું લક્ષ્ય છે.ઉર્જા જરૂરિયાતો માટે ગ્રીન હાઈડ્રોજનના ઉપયોગના વડાપ્રધાનશ્રીના આહવાનને સાકાર કરવા ગુજરાત સજ્જ છે.ગ્રીન હાઈડ્રોજન મિશન અંતર્ગત રિન્યુએબલ એનર્જીના વધારાના ૧૦૦ ગીગા વોટ ઉત્પાદનનો ગુજરાતે લક્ષ્યાંક રાખ્યો છે.વિકાસની ગતિને વેગ આપતા પી.એમ. ગતિશક્તિમાં કેન્દ્ર-રાજ્યના વિવિધ ડેટા ઈન્ટિગ્રેટ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે .મુખ્યમંત્રીએ MSME સેક્ટર- ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્તા, મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં ગુજરાતની સિદ્ધિઓ ગવર્નિંગ કાઉન્સિલ સમક્ષ પ્રસ્તુત કરી