Gujarati Culture ચપ્પલ કે શૂઝ પહેરીને ભોજન કરવું અશુભ કેમ માનવામાં આવે છે? સાચી રીત કઈ

0
102
Gujarati Culture
Gujarati Culture

Gujarati Culture ચપ્પલ કે શૂઝ પહેરીને ભોજન કરવું અશુભ કેમ માનવામાં આવે છે? સાચી રીત કઈ

Gujarati Culture ચપ્પલ કે શૂઝ પહેરીને ભોજન કરવું અશુભ કેમ માનવામાં આવે છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ. રે ભોજન માટે ચપ્પલ અથવા શૂઝ વગર જ રસોડું અને ડાઇનિંગ ટેબલ પર જવું જોઈએ! આજકાલ ઘણી વખત લોકો સમયની અછત કે આદતના કારણે ચપ્પલ કે જૂતાં પહેરીને જમવા બેસી જાય છે, પરંતુ આ પરંપરા મુજબ યોગ્ય માનવામાં આવતું નથી.

ભારતીય સંસ્કૃતિમાં અન્ન એટલે માત્ર શરીરની જરૂરિયાત નહીં પરંતુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અન્ન ગ્રહણ કરતાં પહેલાં આપણે તેને પગે લાગતા હોઈએ છે.અન્નપૂર્ણા માતાનું સ્થાન ગણાય છે. દેવી અન્નપૂર્ણા દ્વારા ખોરાક પૂરો પાડવામાં આવે છે. શિવ પણ ખોરાક વિના લાચાર છે. આ જ કારણ છે કે તેઓ કાશીમાં દેવી અન્નપૂર્ણા સામે ભીખ માંગવાનો વાટકો લઈને ઊભા છે.

762
Gujarati Culture

ચોક્કસ Gen-Z ના જમાનામાં આ વાત થોડી OLD School છે. નવાં કલ્ચર પ્રમાણે હાલ લોકો ડાયનિંગ ટેબલનો ઉપયોગ કરતાં થયા છે પરંતુ પહેલા નીચે પલાઠી વાળીને બેસીને જમવાની સાચી રીત માનવામાં આવતી હતી. હાલના જમાના પ્રમાણે બદલાવ જરૂરી છે પણ આપણે આપણા રૂટ્સને ભૂલવું ન જોઈએ.

764
Gujarati Culture

ચાલો જાણીએ તેના પાછળનાં વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો.

Gujarati Culture ધાર્મિક દૃષ્ટિકોણ

ધાર્મિક રીતે ભોજનને માત્ર પોષણ પૂરું પાડવાનું કામ નહિ, પરંતુ પ્રાણ, આત્મા અને સત્કારનો સંદેશ પણ માનવામાં આવે છે. ભોજન પ્રત્યે શ્રદ્ધા અને શિષ્ટાચાર દર્શાવવા માટે ઘરમાં ભોજન કરતાં પહેલા પદ પગમાં શુદ્ધતા રાખવી જરૂરી છે.

  • ચપ્પલ કે શૂઝ પહેરવાથી ધાર્મિક શિષ્ટાચારમાં વિક્ષેપ આવે છે. માન્યતા છે કે, ભૂમિ પર ચાલતાં શૂઝ / ચપ્પલ ધૂળ, કચરો અને નકારાત્મક શક્તિ લાવી શકે છે.
  • ભોજનને પવિત્ર રાખવા માટે પગ જમીન સાથે શુદ્ધ રહે તે જરૂરી છે. આવા સ્વચ્છ પગ ભોજન માટે આદર્શ માને છે.
  • ગ્રંથોમાં પણ ભોજન માટે શુદ્ધતા અને નમ્રતા હંમેશા મહત્વપૂર્ણ જણાવવામાં આવે છે. ભોજન કરવું માત્ર ભૂખ માટે નહિ, પરંતુ ઈશ્વરપ્રસાદ અને માનવ સન્માન માટે પણ માનવામાં આવે છે.
766

Gujarati Culture વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ

જ્યોતિષ અને આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ નિયમનું સમર્થન મળે છે:

  1. જૈવિક કારણ:
    ચપ્પલ કે શૂઝ બાહ્ય પૃથ્વી સાથે સંપર્કમાં રહેતા હોવાથી તે પર ઝેરી બેક્ટેરિયા, ધૂળ અને અન્ય પ્રકારના મારો જીવો છૂપાઈ શકે છે. ભોજન સમયે આ સ્વચ્છતાના ખોટને કારણે પાચનસંબંધિત રોગો અને ચેપ થવાની સંભાવના વધી જાય છે.
  2. માનસિક / સાઇકલોજિકલ કારણ:
    જ્યારે તમે સ્વચ્છ પગ રાખો છો અને શૂઝ ઉતારીને ભોજન કરો છો, તે મનને શાંતિ અને કોન્સનટ્રેશન પ્રદાન કરે છે. સંસ્કૃતમાં કહેવામાં આવે છે કે શાંત મન અને શારીરિક શુદ્ધતા સાથે ભોજન કરવાથી આહાર યોગ્ય રીતે પાચીત થાય છે અને ઊર્જા સુધરે છે.
  3. હાઈજીન અને સંક્રમણ નિવારણ:
    આદર્શ રીતે, ચપ્પલ પહેરીને ભોજન કરવાથી ધૂળ, બેક્ટેરિયા અને ફંગસ ભોજનમાં પહોંચી શકે છે, જે નાના બાળકો અને વૃદ્ધ લોકો માટે જોખમી બની શકે છે.
  4. ચપ્પલ કે શુઝ/બુટ વગેરે તમે નીકાળીને જમવા બેસો છો તો તે તમને જમીન સાથે જોડે છે અને જમીન આપણી માતા છે જેથી જમવાના સમયે તમે સીધા તમારી માતા સાથે જોડાવો છો.
  5. ડાયનિંગ ટેબલ કરતાં તમે નીચે પલાઠી વાળીને જમવા બેસો તો તમારી પાચનશક્તિ સારી બંને છે.


Child Safety જામનગરમાં હવસખોર વૃદ્ધે માસૂમ બાળકી સાથે જાહેરમાં અડપલા: સમાજને સંદેશ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે