અંબાજીમાં તંત્ર સજ્જ , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન

2
110
અંબાજીમાં તંત્ર સજ્જ , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન
અંબાજીમાં તંત્ર સજ્જ , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન

ભાદરવી પૂનમના મેળા ને લઈ ને તંત્ર સજ્જ..પગપાળા જતા તેમજ અન્ય યાત્રાળુઓને તકલીફ ન પડે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે સુઆયોજિત વ્યવસ્થા કરાઈ છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે આવતો ભાદરવી પૂનમનો મેળો રાજ્યના તમામ માઇભક્તો માટે આસ્થાનો વિષય છે..આ મેળા મા અને માં ના દર્શનનો લાભ લેવા માઇ ભક્તો ઉમટી પડતા હોય છે.આ વખતે ભાદરવી પૂનમનો મેળો  તા 23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર ના રોજ યોજાનાર છે . ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે . આ મેળામાં દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ અનેક સંઘોમાં  પગપાળા ચાલતા માં અંબા ના દરબાર માં શીશ ઝુકાવવા અને માં ના દર્શનનો લાભ લેવા માટે આવે છે..દર વર્ષે લાખોની સંખ્યા માં માઈ ભક્તો માં ના દર્શનનો લાભ લેવા માટે પુરી શ્રદ્ધા અને ઉત્સાહથી આવતા હોય છે ત્યારે આ માઈ ભક્તો ને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે રાજ્ય સરકાર ના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ આયોજન કરવામાં આવેલ છે.

ખાસ કરીને પગપાળા ચાલીને જતા માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફના પડે તેના માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ સુવિધાયુક્ત ડોમ ઉભા કરવામાં આવેલ છે જયાં જરૂરી તમામ સુવિધા યાત્રાળુ ને મળી રહે. રાજ્યના નાગરિકોના આસ્થા સમાન ભાદરવી પૂનમના મેળે બાળકો યુવાનોથી લઈ ને વડીલો સૌ કોઈ આવે છે અને મા ના દર્શનનો લાંભ લે છે  ત્યારે ખાસ કરીને વડીલો,વૃધ્ધો અને દિવ્યાઅંગ લોકોને કોઈ અગવડનો સામનો ન કરવો પડે તેના માટે પણ રાજ્યના પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ કટિબદ્ધ છે. આ વખતના ભાદરવી પૂનમના મેળામાં સમગ્ર અંબાજી અને અંબાજીથી લઈ  ગબબર રૂટ અંબાજી મન્દિર અને આસપાસના વિસ્તારો માટે લાઇટિંગ ડિઝાઇન માં આ વખતે માતાજીના વિવિધ સ્વરૂપ ઉપર થીમ બેઝ લાઇટિંગ કરવામાં આવશે  જેથી તમામ સ્થળો પર યાત્રાળુઓ એક થીમ આધારિત લાઈટીંગ નિહાળી શકશે

અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા  મોબાઈલ ટોયલેટ,બાથરૂમ,થતા યુરિનલની સુવિધા કરવામાં આવી છે તેમજ યાત્રાળુઓ માટે વિવિધ સ્થળે મોટા વોટરપૃફ ડોમ બનાવવામાં આવ્યા છે ..સમગ્ર જગ્યાએ વિવિધ સ્ટા ફ જેમકે સ્વીપર,ઇલેક્સ્ટ્રીશિયન વિગેરે હાજર રહેશે અને પગપાળા ચાલીને જતા યાત્રાળુ ઓ રિટર્ન પાછા ફરે ત્યારે અવ્યવસ્થા ઉભી ના થાય અને તેમને અગવડ ન પડે તે માટે વધુ એસ.ટી બસો દોડાવવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

AMBAJI 3

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માં ના દરબાર માં માથું ટેકવવા લાખોની સનખયા માં માઈ ભક્તો આવતા હોય ત્યારે સ્વચ્છતાને જળવાય રહે તે માટે પણ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે સ્વચ્છતા અંગે જો વાત કરવામાં આવે તો અંબાજી ખાતે કાયમી ધોરણે ચાલતી સ્વચ્છતાની કામગીરી સિવાય યાત્રાધામ બોર્ડ દ્વારા 900 વધારાના સફાઈ કામદાર પુરા પાડવા આયોજન કરવામાં આવેલ છે.દર વખતની જેમ આ વખતે પણ અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવનાર છે

જેમાં ગુજરાત ના આપણા નામાંકિત કલાકરો પરફોર્મન્સ આપશે અને યાત્રાળુઓ ને ભક્તિમય માહોલ માં તરબતર કરશેકોઈ પણ સ્થળે જ્યારે મોટી સનખ્યામાં લોકો એકઠા થતા હોય ત્યારે સ્વભાવિક છે કે સુરક્ષા એક મહત્વનું પાસું બની જાય છે જ્યારે અહીં માં અંબા ના દરબારમાં તો લાખો ભક્તો પાંચ દિવસ દરમીયાન મા ના આશીર્વાદ લેવા માટે આવવાના હોય અને આવી લાખોની જનમેદની એકઠી થવાની હોય ત્યારે કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે તંત્ર સતત ધ્યાન રાખતું જ હોય છે ત્યારે આ વખતે પણ ચોરીના બનાવો ઘટાડવા માટે એક સમાન લાઇટિંગ અમે cctv કેમેરા ગોઠવવામાં આવ્યા છે તેમજ યોગ્ય pa સિસ્ટમ અને પોલીસ પેગોડા સાથે વ્યાપક 2 લાખ ચોરસ મીટર ને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવ્.

AMBAJI MANDIR 1

સૌથી અગત્યની સુવિધા અંગે વાત કરીએ તો એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવશે જેને સ્કેન કરવાથીસુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશેઆમ આ વખતે ભાદરવી પૂનમના મેળામાં  મા ના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે જેથી યાત્રાળુઓ કોઈ પણ પ્રકારની અગવડ વિના માન દર્શનનો લાભ લઇ  ધન્યતા અનુભવશે

2 COMMENTS

Comments are closed.