રાજ્યમાં મેઘમહેર યથાવત
વલસાડમાં ધોધમાર વરસાદ
અનેક વિસ્તારો જળબંબાકાર
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે .વામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે .ત્યારે વલસાડની એક હાઉસિંગ સોસાયટીમાં સતત વરસાદને કારણે પાણી ભરાયા છે.જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
અમદાવાદ જીવરાજપાર્ક વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાયા
પાણી ભરાતા હોબાળો
પાંચ સોસાયટીના રહીશોએ હોબાળો કર્યો
અમદાવાદ જીવરાજપાર્ક વિસ્તારમાંની પાંચ સોસાયટીમાં પાણી ભરાવો થતા બબાલ થઈ હતી.પાંચ સોસાયટીના રહેવાસીઓએ ભેગા મળી ઇન્દ્રનીલ સોસાયટીના રસ્તાની દીવાલ તોડી પાડી હતી.ઇન્દ્રનીલ સોસાયટી દ્વારા 45 વર્ષ જૂનો રસ્તો બન્ધ કરી દીવાલ બનાવી દેવામાં આવી હતી…જેના પગલે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનના દબાણ વિભાગનું કામ સ્વહસ્તે કરી પોતાની સમસ્યાનો નિકાલ કર્યો..
અમદાવાદ જળબંબાકાર
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ
અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, ઈસ્કોન, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, વાસણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો રસ્તામાં અટવાયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે. શહેરના પૉશ એવા સાયન્સ સિટી, સોલા, એસ. જી. હાઈવે સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જ્યારે વટવાના પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં.
સુરતમાં વરસાદી માહોલમાં ગરબાની જમાવટ
ડુમસ બીચ પર ડીજેના તાલે ખેલૈયાઓની રમઝટ
ડીજેના તાલે ઝૂમ્યા યુવકો
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે સુરતમાં વરસાદી માહોલમાં ગરબાની જમાવટ જોવા મળી હતી. ડુમસ બીચ પર ડીજેના તાલે ખેલૈયાઓની રમઝટ જોવા મળી હતી. ડીજેના તાલે યુવકો ઝૂમ્યા હતાં.જેના કારણે ડુમસના દરિયા કિનારો ડીજેના લીધે ગુંજી ઉઠ્યો હતો
વાંચો અહીં રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ