‘ બિપોરજોય ’ વાવઝોડું ફરી ગુજરાતની તરફ ફંટાયુ અને ચિંતા માં વધારો કર્યો.
વહીવટી તંત્ર એલર્ટ મોડ પર, 80થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
‘ બિપોરજોય ’ વાવાઝોડાને લઈને હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે મુજબ, ગુજરાતની પર ફરી એક વખત વાવાઝોડાનું સંકટ સર્જાયું છે. બિપોરજોયની દિશા ફરી બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડું પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. જેના કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતા નું પ્રમાણ વધ્યું છે. બંદરો પર હાલ ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. વાવાઝોડાને કારણે 11 અને 12 જૂને 80થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે. વાવાઝોડાના ખતરાને જોતા વહીવટી તંત્ર હાલમાં એલર્ટ પર છે. માછીમારોને દરિયો ખેડવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે, તો કેટલાક બીચ પર અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. NDRFની ટીમ પણ સતર્ક છે.
ગુજરાતની પર ફરી એક વખત વાવાઝોડાનું સંકટ સર્જાયું
તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ
11 અને 12 જૂને 80થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે