શક્તિપીઠ અંબાજીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયા

0
172
શક્તિપીઠ અંબાજીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયા
શક્તિપીઠ અંબાજીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયા

શક્તિપીઠ અંબાજીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયા

જાણીતાં સિંગર સાધના સરગમે સૂર લહેરાવ્યા

ગાયક કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું

  શક્તિપીઠ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે.હાલમા ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે ત્યારે  ચોથા દિવસે અંબાજીમાં માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી મહામેળો ચાલી રહ્યો છે. ત્યારે અંબાજીમાં માઈ ભકતો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ મંગળવાર થી શરૂ થયા છે. પ્રથમ દિવસે હિન્દી ફિલ્મના જાણીતાં મહીલા સિંગર સાધના સરગમે સૂર લહેરાવ્યા હતાં. કાર્યક્ર્મ ની શરુઆતમાં તમામ ગાયક કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    અંબાજી મહામેળામા હાલમા રોજના લાખો માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે માઇ ભક્તો માટે કોઇ તકલીફ ન પડે તે માટે 29 જેટલી કમિટીઓ બનાવેલી છે. અંબાજી ખાતે રાત્રે 8:30 થી રાત્રે 12 સુઘી માઇ ભકતો માટે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો શરુ કરાયા છે.આંજે સાધના સરગમ સાથે અન્ય ગાયક કલાકારો જીતુ રાવલ અને ઉમેશ મંડલીયા સહીત બાળાઓ દ્વારા નૃત્ય કાર્યક્ર્મ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો કાર્યક્ર્મ મા હાજર રહ્યા હતા. સાધના સરગમ પ્રથમ વખત અંબાજી આવ્યા હતા અને તેમને સુંદર ગીતો દ્વારા માંઈ ભક્તો માટે સુર સાથે ગીતો ગાયા હતા. સાધના સરગમ હિન્દી ફિલ્મમા ઘણા ગીતો ગાયા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ