બિપરજોય વાવાઝોડા અંગે સમીક્ષા બેઠક યોજાઈ

0
61
A review meeting was held regarding Biparjoy Cyclone
A review meeting was held regarding Biparjoy Cyclone

બિપરજોય વાવાઝોડા અંગે સમીક્ષા બેઠક યોજાઈ

વીડિયો કોન્ફરન્સથી યોજી બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ બેઠકમાં જોડાયા

રાહત કમિશનર ઓલોક પાડેનું નિવેદન

વાવાઝોડાને લઇને સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરવામાં આવીઃઓલોક પાડે

બિપરજોય વાવાઝોડા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બિપોરજોય વાવાઝોડા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ યોજી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર જોડાયા હતા. બેઠકમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઇને રાજ્ય સરકારની તૈયારીઓ અંગે કેન્દ્ર સરકારને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મદદ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આ અંગે રાહત કમિશનર ઓલોક પાડેએ જણાવ્યુ હતુ કે બિરોપજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાથી 420 કિ.મી દૂર છે. સંભવિત વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારે ટકરાશે ત્યારે વાવાઝોડાની 55 થી 60 કિ.મી રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાને લઇને સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલા, વૃદ્ધો અને બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

એનડીઆરએફની ટીમો કરાઈ તૈનાત

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં બે NDRF અને SDRFની ટીમો મુકવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, મોરબી અને જામનગરમાં વધારે ટીમો મુકવામાં આવી છે. હાલમાં NDRFની 12 ટીમો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ