Gujarat Weather: હવામાન વિભાગની આગાહી, આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે

0
293
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી, આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી, આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે

Gujarat Weather: ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક સારા વરસાદની લઇને હજુ પણ વાટ જોવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department) 16 જુલાઇ બાદ સમગ્ર ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી, આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી, આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થઇ શકે છે, ગુજરાતના (Gujarat rain) ના છ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • દક્ષિણ ગુજરાત અને બે સંઘ પ્રદેશમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે.
  • દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
  • અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી  છે.
  • સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ (yellow alert)
  • દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી વ્યક્ત કરી  

Gujarat Weather: શુક્રવારે 128 તાલુકામાં વરસાદ

શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં જે વરસાદ નોંધાયો તેની પર નજર કરીએ તો નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ચીખલી, વ્યારા અને વલ્લભીપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29, તો કચ્છમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 28.66 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 18.13 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો