Gujarat weather : જાણો ક્યાં તૂટી પડશે આજે વરસાદ ? શું છે હવામાન વિભાગની આગાહી

0
140
Gujarat weather
Gujarat weather

Gujarat weather : રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે પણ હજી બરાબરનું જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી નવસારી, સુરત, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિત રાજ્યના 6 જિલ્લામાં વરસાદી વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના પલસાણામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

Gujarat weather

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં જ થંભી ગયું છે. જેના કારણે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે 22 જૂન બાદ સારા વરસાદના એંઘાણ હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 22 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.

Gujarat weather :  હાલ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 જૂનથી 29 જૂન સુધીમાં ચોમાસુ રાજ્યમાં દરેક જિલ્લામા પહોંચી જતાં 20થી 30 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે.

Gujarat weather

Gujarat weather :  હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સારા ચોમાસાની શક્યતા હતી, પરંતુ જૂન મહિનાનો અડધો ભાગ પૂરો થવા છતાં રાજ્યમાં ઘણા ભાગોમાં હજુ સુધી ચોમાસું સક્રિય થયું નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ ઓછો વરસાદ છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે.

Gujarat weather :  આજે ક્યાં વરસાદની શક્યતા છે

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી

વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર

Gujarat weather :  આવતીકાલે ક્યાં વરસાદની શક્યતા છે:

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ

પંચમહાલ, દાહોદ, મહીસાગર

 જૂનાગઢ

Gujarat weather : મંગળવારે રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો

Gujarat weather


રાજ્યમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1 ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 મિમિ, ભરૂચના અંકલેશ્વરમાં 19 મિમિ, અમરેલીના રાજુલામાં 16, નવસારીના ખેરગામમાં 15 મિમિ, વલસાડમાં 12 મિમિ, ભાવનગરના પાલિતાણામાં 11 મિમિ, અમરેલીના કુંકાવાવમાં 10 મિમિ અને બાબરામાં 10 મિમિ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મિમિ સુધીનો વરસાદ નોંધાયો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો