ગુજરાત ટાઈટન્સે ૭ વિકેટે કોલકત્તા નાઈટ રાઈડર્સને હરાવ્યું

0
56

કોલકત્તા – ૧૭૯/૭ , ગુજરાત – ૧૮૦/૩

ગુજરાત તરફથી વિજય શંકરે ૫૧ અને શુભમન ગિલે ૪૯ રન ફટકાર્યા

ઇડન ગાર્ડન ખાતે IPL ૨૦૨૩ની ૩૯ મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સનો ૭ વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને કોલકત્તાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કોલકત્તાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ૪૭ રને જ ટીમે ૨ વિકેટ ગુમાવી હતી.  જોકે ગુરબાઝની તાબડતોબ બેટિંગના કારણે કોલકત્તાએ ૨૦ ઓવરના અંતે ૭ વિકેટના ભોગે ૧૭૯ રન ફટકાર્યા હતા. ગુરબાઝે ૩૯ બોલમાં ૮૧ રન ફટકાર્યા હતા, જ્યારે રસેલે ૧૯ બોલમાં ૩૪ રન ફટકાર્યા હતા. કોલકત્તાએ ગુજરાતને ૧૮૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ ગુજરાતે માત્ર ૧૭.૫ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી વિજય શંકરે માત્ર ૨૪ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા, જ્યારે શુભમન ગિલે ૪૯ રન અને ડેવિડ મિલરે ૧૮ બોલમાં ૩૨ ફટકાર્યા હતા. ૩ વિકેટના ભોગે ગુજરાતે ૧૮૦ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ગુજરાત તરફથી સૌથી વધુ મોહમ્મદ શમીએ ૩ વિકેટ ઝડપી હતી.