Gujarat TAT Exam: ઉમેદવારો માટે મોટા સમાચાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે TAT સેકન્ડરીની પરીક્ષા પાછી ઠેલાઈ

0
116
Gujarat TAT
Gujarat TAT

Gujarat TAT Exam: રાજ્યના 2 લાખથી વધુ શિક્ષક ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT) સેકન્ડરીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણીના કારણે હવે આ પરીક્ષા નિર્ધારિત સમય કરતા એક સપ્તાહ મોડી લેવામાં આવશે.

Gujarat TAT Exam: કેમ બદલાઈ તારીખ?

Gujarat TAT Exam

સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં 26મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. અગાઉ TAT સેકન્ડરી (ધોરણ 9-10ના શિક્ષકો માટે) પણ આ જ દિવસે એટલે કે 26મી એપ્રિલે લેવાનું આયોજન હતું. ચૂંટણીમાં સરકારી તંત્ર અને શાળાઓ રોકાયેલી હોવાથી પરીક્ષા લેવી શક્ય ન હોવાથી બોર્ડે તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે.

Gujarat TAT Exam: હવે ક્યારે લેવાશે પરીક્ષા?

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર જાહેરાત મુજબ:

  • જૂની તારીખ: 26 એપ્રિલ
  • નવી તારીખ: 3 મે
  • ઉમેદવારોની સંખ્યા: 2.07 લાખથી વધુ

જાહેરનામાની અન્ય શરતો યથાવત

પરીક્ષા બોર્ડે સ્પષ્ટતા કરી છે કે માત્ર પરીક્ષાની તારીખમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના જાહેરનામામાં જણાવેલી અન્ય તમામ જોગવાઈઓ, નિયમો અને શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉમેદવારોએ હવે 3 મેના રોજ પરીક્ષા આપવાની રહેશે.

ચૂંટણીના કારણે માત્ર TAT જ નહીં, પરંતુ રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પર પણ અસર પડી છે અને તેના સમયપત્રકમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :સાળંગપુરમાં ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’: આતશબાજી અને જયઘોષ સાથે દાદાના પ્રાગટ્યના વધામણાં