આ ગુજરાતીએ બનાવી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ડીવાઈસ .. કોઈ પણ પ્રકારના વીજ બીલ વિના , સાવ નોર્મલ પદ્ધતિથી વરસાદી પાણી બચાવીને પાણીના બોર, ગામના કુવા રીચાર્જ કરીને કરોડો લીટર વેડફાઈ જતું વરસાદી પાણી બચાવવામાં સફળતા મેળવી છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ એક એવો વિષય છે જેને લઈને હજી પણ લોકો જાગૃત નથી. ભારતના મોટાભાગના લોકોએ હજુ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટને અપનાવ્યો નથી. આપણે ત્યાં સારો એવો વરસાદ થતો હોવા છતાં પણ 60 ટકાથી વધુ વસતિ પાણીની તંગી ભોગવી રહી છે. પણ આ ઇનોવેશન આજે ખુબ જ ઉપયોગી છે.
વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો અને આ પ્રોડક્ટ શું છે તેમાંજીએ તે પહેલા વરસાદી પાણીના એટલેકે રેઇન વોટર નો વેડફત કેટલો છે તે સમજવું જરૂરી છે .
ચોમાસાનીઋતુમાં વરસાદનું અબજો લિટર પાણી સંગ્રહ થવાને બદલે વેડફાઇ જાય છે, જો નીરનો ઘરવપરાશ માટે જમીનના સ્તર ઊંચા લાવવા, બોર રિચાર્જ કરવા ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીઓને જળ સંકટનો સામનો કરવો પડે. કેટલાક નાગરિકો વરસાદી જળનો સંગ્રહ કરી મીઠા પરિણામ ભોગવી રહ્યા છે.
જળ સંગ્રહ માટે તેમણે અગાસીમાંથી સીધી ભૂગર્ભ ટાંકા સુધી તેમજ બોર સુધી લાઇન મૂકી છે. પ્રથમ વરસાદ જવા દીધા બાદ ચા ની રેંકડીઓમાં વપરાતી ગરણી મુકી પાણી ભૂગર્ભ ટાંકામાં લઇ જવાય છે. ટાંકો ભરાયા બાદ વાલ્વ બંધ કરી બોર રિચાર્જ કરવામાં આવે છે. ડો. મહેતાની સોસાયટીમાં 150થી માંડી 250 ફૂટ સુધીના બોર છે, જે પૈકી મોટાભાગના ડૂકી ગયા છે. જ્યારે તેમના ઘરના રિચાર્જ બોરમાં આજે પણ પાણી આવે છે. સોસાયટીમાં રહેતા 54 પરિવારો પૈકી ઘણા 350ની કિંમતનું 5000 લિટરનું પાણીનું ટેન્કર મગાવે છે.
કોઇને બે મહિના તો કોઇ પરિવારને ત્રણ મહિના ટેન્કર મગાવવા પડે છે. ઉનાળામાં તો ભાવ વધી જાય છે. આમ, વર્ષે એવરેજ 15 હજારનો ખર્ચ થાય છે જ્યારે આનાથી ઓછી રકમમાં બોર રિચાર્જ કરવાની આ પ્રોડક્ટ જો સહેલી થી આપ કોઈ પણ પ્રકારના વધારાના બજેટ વિના લગાવો અને તે પણ લાખો લીટર પાણી શુદ્ધ મળે તો ચોક્કસથી રેઇન વોટર ડીવાઈસ આપણે અપનાવી શકીએ .. ગુજરાત સ્ટાર્ટઅપ અંતર્ગત અમારી ખાસ રજૂઆત જુઓ