હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, રાજ્યના બાળકોનો હિત રાજ્ય સરકાર માટે સર્વોપરી છે, પ્રાથમિક શાળાના બાળકો સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”નો શિકાર ન થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “હીટવેવ” સંદર્ભે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ જોઇને જિલ્લા શિક્ષણાધિકારી School Timing માં ફેરફાર કરી શકશે :- શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઇને School Timing માં ફેરફાર કરી શકશે, તેમને રાજ્ય સરકાર પાસે કોઈ પણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહિ. શાળામાં વિધાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃતિઓ કરી શકશે નહિ.

વિધાર્થીઓ સમયસર પાણી પીવે
ઉનાળાની ગરમીમાં શિક્ષકોએ વિધાર્થીઓ સમયસર પાણી પીવે તે તેમને યાદ કરાવવાનું રહેશે. રાજ્યના નાગરીકોએ હીટવેવથી ડરવાની નહિ પણ, જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
GPSC Exam : જીપીએસસીની ક્લાસ ૧,૨ ની પરીક્ષા પર ઉઠયા સવાલ