GUJARAT RAIN: લખી રાખજો આ તારીખો..અંબાલાલ પટેલની ડરામણી આગાહી#AmbalalPatel #RainForecast #GujaratRain #HeavyRainAlert #Monsoon2025

0
2

GUJARAT RAIN: ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત

ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળ્યા છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 9 થી 12 જુલાઈના દિવસોમાં અને ત્યારપછી 22 થી 30 જુલાઈ તથા ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં વરસાદી માહોલ વધુ ઘનિષ્ઠ બનવાની શક્યતા છે.

GUJARAT RAIN

હવામાન વિભાગ મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ:

  • 9 થી 12 જુલાઈ: રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
  • 22 થી 30 જુલાઈ: નવી સિસ્ટમ સક્રિય થશે, જે ફરી વરસાદ લાવશે
  • 2 થી 8 ઓગસ્ટ: ભારે વરસાદની આગાહી

જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે:

  • અમદાવાદ
  • ગાંધીનગર
  • પંચમહાલ
  • દક્ષિણ ગુજરાત
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અમરેલી
  • બોટાદ
  • જામનગર
  • કચ્છ
  • પાટણ
  • બનાસકાંઠા
  • સુરત
  • નવસારી
GUJARAT RAIN

GUJARAT RAIN: આજ સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 46.21% વરસાદ નોંધાયો છે. 

  • દક્ષિણ ગુજરાત: 50.82%
  • કચ્છ: 50.35%
  • સૌરાષ્ટ્ર: 45.41%
  • પૂર્વ મધ્ય ગુજરાત: 44.11%
  • ઉત્તર ગુજરાત: 41.31%

રાજ્યના 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 48 તાલુકામાં એક ઈંચથી વધુ, જ્યારે 130 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

GUJARAT RAIN

GUJARAT RAIN: ચેતવણી અને સાવચેતીની સલાહ

હવામાન નિષ્ણાંતો અને તંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જાગૃત રહેવાની, અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે. 

GUJARAT RAIN
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે


: GUJARAT RAIN: લખી રાખજો આ તારીખો..અંબાલાલ પટેલની ડરામણી આગાહી#AmbalalPatel #RainForecast #GujaratRain #HeavyRainAlert #Monsoon2025