Gujarat Rain (Video): ફરી જામી મેઘસવારી, 24 કલાકમાં 116 તાલુકામાં ધોધમાર વરસાદ

0
280
Gujarat Rain: ફરી જામી મેઘસવારી, 24 કલાકમાં 116 તાલુકામાં ધોધમાર વરસાદ
Gujarat Rain: ફરી જામી મેઘસવારી, 24 કલાકમાં 116 તાલુકામાં ધોધમાર વરસાદ

Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ મોડી રાતથી તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ મન મુકીને વરસી રહ્યો છે.

Gujarat Rain: ફરી જામી મેઘસવારી, 24 કલાકમાં 116 તાલુકામાં ધોધમાર વરસાદ
Gujarat Rain: ફરી જામી મેઘસવારી, 24 કલાકમાં 116 તાલુકામાં ધોધમાર વરસાદ

Gujarat Rain: રાજ્યમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ મોડી રાતથી તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના આંકડાની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં 4.7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે 6થી 8 કલાક દરમિયાન 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સૌથી વધુ (2 કલાકમાં) લુણાવાડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે.

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ

  • સૌથી વધારે ખેડાના નડિયામાં વરસાદ પડ્યો છે. નડિયાદમાં 4.7 ઇંચ, વાસોમાં 3.7 ઇંચ, દાહોદમાં 3.5 ઇંચ, સંતરામપુરમાં 3.5 ઇંચ, મહુધામાં 2.9 ઇંચ, જાલોદમાં 2.8 ઇંચ વરસાદ પડ્યો છે.
  • આજે સવારે 6થી 8માં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોડાસામાં 1.9 ઈંચ, મેઘરજમાં 1.8 ઈંચ, ખાનપુરમાં 1.6 ઈંચ, વીરપુરમાં 1.3 ઈંચ, ક્વાંટમાં 1.3 ઈંચ, દહેગામમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • ખેડામાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના પગલે નડિયાદના રસ્તાઓ પાણી-પાણી થયા છે. ખોડિયાર, શ્રેયસ, પીજ રોડ પરના તમામ નાળા વરસાદના પાણીમાં ગરકાવ થયા છે.
  • મહીસાગર જિલ્લામાં મોડી રાતે મેઘરાજાએ ધબધબાટી બોલવી છે. લુણાવાડામાં મોડી રાત્રે 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. આનંદપાર્ક સોસાયટી, ગરકોલી દરવાજા, અસ્થાના બજાર, મોડાસા હાઇવે સહિત વરધરી રોડ ઉપર પાણી ભરાયા છે. લુણાવાડામાં એક મકાનની દીવાલ પણ વરસાદી માહોલમાં ધરાશાયી થઇ છે.
  • પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોરવા હડફના મોરા અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં રાત્રે બે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી વરસાદી માહોલ જામ્યો હતો.
  • લાંબા વિરામ બાદ અરવલ્લીમાં વરસાદી માહોલ છવાયો છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીં છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના પગલે મોડાસા શામળાજી હાઇવે આજુબાજુના ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે.
  • ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. જ્યારે મહેસાણા, વડનગર, ઊંઝામાં વરસાદ પડ્યો છે.
  • સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ થતાં સોસાયટીઓમાં પાણી ભરાયા છે. નેશનલ હાઇવે નંબર આઠ પર પણ અડધો ફૂટ પાણી ભરાયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો