GUJARAT RAIN : હવે ઉત્તર ગુજરાતનો વારો, કડીમાં ખાબક્યો સવા પાંચ ઇંચ વરસાદ  

0
315
GUJARAT RAIN
GUJARAT RAIN

GUJARAT RAIN : ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

GUJARAT RAIN

GUJARAT RAIN :  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હેવ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું છે. કડી, જોટાણા, તેમજ સાબરકાંઠા, દાંતા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કડીમાં સવા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. જ્યારે દાંતામાં સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દાંતામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

GUJARAT RAIN :  જાણો ક્યાં કેટલો વરસાદ પડયો

GUJARAT RAIN

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા અનુસાર, કડીમાં 132 મિ. મી., ઈડરમાં 82 મિ. મી., હાંસોટમાં 49 મિ. મી., નેત્રંગમાં 49 મિ. મી., જોટાણામાં 43 મિ. મી., પ્રાંતિજમાં 41 મિ. મી., ભિલોડામાં 38 મિ. મી., વિજાપુરમાં 33 મિ. મી., માણસામાં 32 મિ. મી., હિંમતનગરમાં 31 મિ. મી., પાલનપુરમાં 27 મિ. મી., દેત્રોજ-રામપુરામાં 25 મિ. મી. જેટલો વરસાદ નોંધાયો છે. કુલ 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

GUJARAT RAIN :  સાબરકાંઠામાં મેઘતાંડવ

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ગાજવીજ સાથે રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઈડરમાં પોણા 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અન્ય તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠામાં ગત રાત્રીએ વરસેલા વરસાદને લઈ નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા. હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ- ઉદેયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકો પરેશાન થયાં હતા.

GUJARAT RAIN :  આજે પણ  ભારે વરસાદની આગાહી

GUJARAT RAIN

હવામાન વિબાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ સહિતમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો