gujarat rain : આવતીકાલથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ   

0
273
gujarat rain
gujarat rain

gujarat rain : આમતો રાજ્યમાં ચોમાસું પ્રવેશી ગયું છે પરંતુ પાછલા 5-6  દિવસથી દક્ષિણ ગુજરાતથી આગળ વધી નથી રહ્યું, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે પરંતુ હજુ મધ્ય ગુજરાત  અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની સવારી પહોંચી નથી, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારે સાર્વત્રિક વરસાદ પડશે તેની આગાહી વ્યક્ત કરી છે.

gujarat rain

ગુજરાતમાં 24 જૂનથી સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 21થી 26 જૂન દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થશે.

gujarat rain : 21 જૂન

gujarat rain

વડોદરા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

gujarat rain :  22 જૂન

gujarat rain

અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

gujarat rain : 23 જૂન

gujarat rain

વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

gujarat rain : 24 જૂન

દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

gujarat rain

gujarat rain :  25 અને 26 જૂન

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો