તૈયાર થઇ જાઓ ગુજરાત વરસાદ આવ્યો #rain #varsad #વરસાદ #આગાહી #કમોસમીવરસાદ #gujarat

0
54

#rain #varsad #વરસાદ #આગાહી #કમોસમીવરસાદ #gujarat રાજ્યમાં આગામી દિવસોમાં, ખાસ કરીને સોમવારથી, કમોસમી ગુજરાત વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતો અને નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે.ત્યારે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે,  

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં જોડિયા લીંબુડા હડીયાણા કુંડળ વિસ્તારમાં ભારે પવન સાથે આંધી જોવા મળી હતી , દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફુંકાયો હતો , જામનગર જિલ્લાના અમુક વિસ્તારમાં વાતાવરણ પરિવર્તન જોવા મળી રહ્યું છે,

તમને જણાવી દઈએ કે  સોમવારે રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના કેટલાક ભાગોમાં કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના મતે, સોમવારે રાજ્યના ૧૨ જેટલા જિલ્લાઓમાં કરા પડવાની સંભાવના છે.

આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર (સૌરાષ્ટ્ર), બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી (ઉત્તર ગુજરાત), મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર (મધ્ય ગુજરાત) નો સમાવેશ થાય છે.

રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી ગુજરાત વરસાદની આગાહી

જામનગરના વાતાવરણમાં આવ્યો પલટો

ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી

દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો 

વધુ સમાચાર માટે જોતા રહો

અમારી યુટ્યુબ ચેનલ જોવા માટે