Gujarat Political news :CM, ડે. CM અને પ્રદેશ પ્રમુખની PM મોદી–અમિત શાહ સાથે બેઠક, અચાનક દિલ્હી પ્રવાસથી રાજકીય અટકળો તેજ

0
292
Political
Political

Gujarat Political news :ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ હલચલ જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અચાનક દિલ્હી પહોંચતા રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. ત્રણેય નેતાઓ 13 ડિસેમ્બરે સરકારના વિમાનમાં દિલ્હી પહોંચ્યા હતા અને આજે 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની છે.

મળતી માહિતી મુજબ ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ બેઠક કરશે. આ બેઠકને લઈને ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના એંધાણ મળી રહ્યા છે.

Gujarat Political news

Gujarat Political news :નવા સંગઠનને લઈને ચર્ચા શક્ય

સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના અને રાજ્ય સરકારની કામગીરીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. નોંધનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ લાંબા સમયથી નવા સંગઠનની જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ હજી સુધી સંગઠન જાહેર કરવામાં આવ્યું નથી.

Gujarat Political news :સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હીમાં

Gujarat Political news

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાલમાં દિલ્હી ખાતે હાજર છે. મળતી માહિતી અનુસાર, ત્રણેય નેતાઓ તેમની સાથે પણ બેઠક કરીને નવા સંગઠનના માળખા અંગે ચર્ચા કરશે અને ત્યારબાદ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Gujarat Political news :કમુરતા પહેલાં નિર્ણયની શક્યતા

નેતાઓના અચાનક દિલ્હી પ્રવાસને પગલે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તેમાં એક મહત્વની ચર્ચા એવી છે કે, આવતીકાલથી કમુરતા બેસી રહી છે, જેના કારણે રાજકીય રીતે મહત્વપૂર્ણ નિર્ણયો ટાળવામાં આવતા હોય છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ બાકી રહેલી તમામ સંગઠનાત્મક નિમણૂકોને આજે જ આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંગઠનને લઈને ફરી હલચલ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ લાંબા સમયથી સંગઠનને લઈને કોઈ ખાસ હલચલ જોવા મળી રહી નહોતી. જોકે, CM, ડે. CM અને પ્રદેશ પ્રમુખ ત્રણેય એકસાથે દિલ્હી પહોંચતા હવે સંગઠનમાં મોટા ફેરફારો થવાના સંકેત મળી રહ્યા છે.

આ બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ જાહેરાતો થાય છે કે નહીં, તેના પર સૌની નજર ટકી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Abhishek Sharma: વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ખતરામાં, અભિષેક શર્મા ઈતિહાસ રચવાથી માત્ર 87 રન દૂર