GUJARAT MONSOON :   મકાનના પતરા ઉડી જશે તેવો ફૂંકાઈ શકે છે પવન, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી  

0
118
GUJARAT MONSOON
GUJARAT MONSOON

GUJARAT MONSOON :  ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાં-ક્યાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. લોકો ગરમીથી છુટકારો મેળવવા અને ખેડૂતો પણ વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 17થી 22 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે. જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા ઉડી જશે.

GUJARAT MONSOON

GUJARAT MONSOON :  અંબાલાલ પટેલે  જણાવ્યું કે, “દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવ્યા પછી ચોમાસું સ્થગિત થઇ ગયું છે. આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં મૂકાયા છે. પરંતુ તારીખ 17થી 22માં દક્ષિણ ગોળાર્ધથી ભૂમધ્યસાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે. તારીખ 17થી 22માં આ પવનની ગતિ ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.”

GUJARAT MONSOON

GUJARAT MONSOON :   વધુમાં અંબાલાલ પટેલે  જણાવ્યું કે, “આ આંધીવંટોળનું પ્રમાણ તારીખ 18થી 22 સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધના ભાગોમાં પવન ગતિ વધુ રહેશે. એ જ પવનની ગતિ પવનના સપાટા જમીન પર પડેલી વસ્તુને ફંગોળી શકે છે. ઝાડની ડાળો વળી જાય એવો પવન ફૂંકાશે તથા કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન હશે.

અત્યારે હાલ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે. 17થી 22માં ગુજરાતન ઘણાં ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 22થી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી. તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે અને આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે.”

GUJARAT MONSOON

GUJARAT MONSOON :   ગુજરાત માં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. જોકે પવનની ગતિ ધીમી હોવાથી ચોમાસું ધીમે-ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

GUJARAT MONSOON : આગામી 4 દિવસ ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગની આગાહી અનુસાર, 14 જૂનના રોજ મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જ્યારે 15 જૂનના રોજ છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઇ શકે છે.

GUJARAT MONSOON
GUJARAT MONSOON

16 જૂનના રોજ ગીર સોમનાથ, નવસારી અને વલસાડ, 17 અને 18 જૂનના રોજ ગીર સોમનાથ અને વલસાડ જ્યારે 19 જૂનના રોજ અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો