Gujarat Local Body Polls: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસના મેનિફેસ્ટોને અપાયું ‘કમિટમેન્ટ’ નામ, 15 મહાનગરોમાં થશે શક્તિપ્રદર્શન

0
118
Gujarat Local Body Polls
Gujarat Local Body Polls

Gujarat Local Body Polls: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે. સત્તાધારી ભાજપને ટક્કર આપવા અને જનતાનો વિશ્વાસ ફરી જીતવા માટે પ્રદેશ કોંગ્રેસે રણનીતિ ઘડી કાઢી છે. કોંગ્રેસ આ વખતે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોને ‘કોંગ્રેસનું કમિટમેન્ટ’ તરીકે રજૂ કરશે. આગામી 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ કમિટમેન્ટ જાહેર કરવામાં આવશે.

Gujarat Local Body Polls

Gujarat Local Body Polls: જનતાના સૂચનો પર આધારિત ‘કમિટમેન્ટ’

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ મેનિફેસ્ટોની ખાસિયત એ છે કે તે જનતાના પ્રશ્નોને સાંભળીને બનાવવામાં આવ્યો છે. આ માટે:

  • કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વોર્ડ, તાલુકા અને જિલ્લા સ્તરે ઘર-ઘર જઈને લોકોના સૂચનો મેળવ્યા હતા.
  • સ્થાનિક લોકોની પાયાની સમસ્યાઓ જેવી કે પાણી, ગટર, રસ્તા અને મોંઘવારીને આ કમિટમેન્ટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

Gujarat Local Body Polls: દિગ્ગજ નેતાઓની હાજરીમાં થશે જાહેરાત

પક્ષ દ્વારા તમામ મહાનગરપાલિકા પ્રમુખોને કડક સૂચના આપવામાં આવી છે કે જ્યારે આ ‘કમિટમેન્ટ’ જાહેર કરવામાં આવે ત્યારે સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, પૂર્વ ધારાસભ્યો અને વિપક્ષી નેતાઓની હાજરી અનિવાર્ય રાખવી. આ દ્વારા કોંગ્રેસ એકતા અને મજબૂતીનો સંદેશ આપવા માંગે છે.

2027ની સેમીફાઈનલની તૈયારી

રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણી માટેનો પાયો માની રહ્યા છે. હાલમાં તમામ સ્તરે (તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકા) ભાજપનું શાસન છે, ત્યારે કોંગ્રેસ આ તકનો ઉપયોગ કરી જનતાની વચ્ચે જઈ પક્ષને ફરી બેઠો કરવા મથશે. મહાનગરપાલિકાઓ બાદ તબક્કાવાર નગરપાલિકા અને પંચાયત સ્તરે પણ આ કમિટમેન્ટ જાહેર કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મહેસાણામાં ખેડૂતોનો આક્રોશ જમીન સંપાદન અધિકારીની કચેરી સીલ કરી સામાન જપ્ત કર્યો, વળતર ન ચૂકવતા કોર્ટનું લાલચોળ વલણ