Ayodhya Rampath: અયોધ્યામાં રામપથ પર પડેલા ગાબડાં પાછળ ગુજરાતનો હાથ

0
106
Ayodhya Rampath: અયોધ્યામાં રામપથ પર પડેલા ગાબડાં પાછળ ગુજરાતનો હાથ
Ayodhya Rampath: અયોધ્યામાં રામપથ પર પડેલા ગાબડાં પાછળ ગુજરાતનો હાથ

Ayodhya Rampath: અયોધ્યામાં વરસાદને કારણે રામપથ પર અલગ-અલગ જગ્યાએ ખાડા પડી જવાના અને રસ્તાઓ પડી જવાના મુદ્દાને સરકારે ગંભીરતાથી લીધો છે. અયોધ્યાના કન્સ્ટ્રક્શન બ્લોક-3ના XEN ધ્રુવ અગ્રવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. XEN પાસે રામપથના કામ પર દેખરેખ રાખવાની જવાબદારી હતી. આ ઉપરાંત આસિસ્ટન્ટ એન્જિનિયર અનુજ દેશવાલ અને જુનિયર એન્જિનિયર પ્રભાત પાંડેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, ત્રણેય અયોધ્યાના PWD કાર્યાલય સાથે જોડાયેલા રહેશે અને તેમની સામે શિસ્તભંગની તપાસ પણ કરવામાં આવશે.

આ સાથે જ અયોધ્યામાં 844 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો રામપથ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. ઉત્તર પ્રદેશની સરકારે રોડ બનાવનારી અમદાવાદની કંપની ભુગન ઈન્ફાકોન પ્રાઈવેટ લિમિટેડને નોટિસ ફટકારી છે.

1 2
Ayodhya Rampath: અયોધ્યામાં રામપથ પર પડેલા ગાબડાં પાછળ ગુજરાતનો હાથ

Rampath: યોગી સરકારની કાર્યવાહી 

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને થોડા સમય પહેલા જ છ મહિના થયા છે, પરંતુ તે પહેલા વરસાદમાં જ ઘણી જગ્યાએ ધોવાઈ ગયા. અયોધ્યાના રામપથમાં થયેલા ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યકારી ઈજનેર ધ્રુવ અગ્રવાલ, સહાયક ઈજનેર અનુજ દેશવાલ અને જુનિયર એન્જિનિયર પ્રભાત પાંડેને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. સીએમ યોગી આ મામલામાં બેદરકારી અને ભ્રષ્ટાચાર કરનારને બક્ષવાના મૂડમાં નથી.

અયોધ્યામાં પહેલો વરસાદ પડ્યો ત્યા તો રામપથ અનેક જગ્યાએથી તૂટી ગયો હતો અને મોટા ખાડા પડી ગયા હતા. રામમંદિરનું ઉદ્ઘાટન કરીને લોકસભાની ચૂંટણીમાં જશ ખાટવાની લાલસામાં ઉતાવળમાં 4 મહિના વહેલો રોડ બનાવી દેવાયેલો એવું કહેવાય છે. રામપથનું નિર્માણ 30મી એપ્રિલ 2024માં પૂર્ણ થવાનું હતું. પરંતુ 30મી ડીસેમ્બર 2023માં પૂર્ણ કરી દેવાયું હતું. ભગવાન રામની જન્મભૂમિમાં બનાવાયેલા રોડમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે જાહેર બાંધકામ વિભાગ અને જલ નિગમ (અર્બન)ને આડે હાથ લીધા છે. 

રામપથનું કામ નબળું બાંધકામ થયું હોવાના દાવા થઈ રહ્યા છે. 844 કરોડ રૂપિયા બજેટ ધરાવતા આ રામપથના કામને ત્રણ તબક્કામાં વહેંચી દેવાયું હતું. પ્રથમ તબક્કામાં 45 કિલોમીટરનો નવા ઉદ્ધાટન ઘાટથી અયોધ્યા ધામ પથ, બીજા તબક્કામાં અયોધ્યા ધામર્થી સર્કિટ હાઉસનો ત્રણ કિ.મી.નો રોડ છે.  છેલ્લા તબક્કામાં સર્કિટ હાઉસથી સહાદતગંજ બાયપાસ જશુ રોડનું ૫.૪ કિ.મી.નું કામ કરાયું હતું. આ ત્રણેય તબક્કાનું કામ 30મી એપ્રિલ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું હતું.

Ayodhya Rampath: અયોધ્યામાં રામપથ પર પડેલા ગાબડાં પાછળ ગુજરાતનો હાથ
Ayodhya Rampath: અયોધ્યામાં રામપથ પર પડેલા ગાબડાં પાછળ ગુજરાતનો હાથ

ભુગન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવાદ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી ઓફિસ ‘ભુગન ઈન્ફ્રાકોન કંપની’ના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પટેલ અને ડિરેક્ટર તરીકે તેમના ભાઈ નરેન્દ્ર પટેલ છે.

આ એ જ કંપની છે જે પાલનપુરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના નિર્માણમાં ભ્રષ્ટાચાર મામલે અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. કંપનીને આ કામ માટે 170 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીએ કોન્ટ્રાક્ટ હેઠળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવાનો હતો. જોકે, કંપનીએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો નથી અને ગંદુ પાણી નદીમાં છોડી દેવામાં આવે છે, તે અંગેની ફરિયાદ પ્રાંત અધિકારીને પાલનપુર નગરપાલિકાએ કરી હતી.

ભાજપે અયોધ્યાને વિકાસનું મોડેલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને દેશભરમાં તેનો ઉલ્લેખ કરીને પ્રચાર કર્યો હતો. પરંતુ, પહેલા જ વરસાદમાં જે રીતે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને રામપથ ગુફા થઈ ગયા હતા તેનાથી તમામ દાવાઓ ખોરવાઈ ગયા છે. તે જ સમયે, કોંગ્રેસ હવે રામ મંદિર અને અયોધ્યામાં થયેલા વિકાસ કાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Ayodhya Rampath: