મોરબી બ્રિજ દુર્ઘટનાનો કેસ બંધ કરવાની માંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની સ્પષ્ટ વાત

0
77

કેસની તપાસ ચાલુ જ રહેશે અને યોગ્ય પગલા પણ લેવાશે : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યું હતું કે, “હવે આ કેસને પૂર્ણ વિરામ આપવું જોઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ પણ કરાઈ છે.” જયસુખ પટેલના વકીલે પણ કહ્યું હતું કે, “મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું છે. આરોપી પણ જેલમાં છે, ત્યારે જાહેરહિતની અરજી ચાલુ રાખવી જોઈએ નહી.” બન્નેની દલીલ બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, “કેસની તપાસ ચાલુ જ રહેશે, તેમજ તબક્કાવાર રીતે જરૂરી પગલા પણ લેવાશે.”