Gujarat High Court: ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના મુદ્દે દાખલ જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કડક પગલાં લેવા સૂચના આપી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે ખાસ કરીને શાકભાજી અને ફળફળાદિ માર્કેટમાં પ્લાસ્ટિકની થેલીઓના અસરકારક પ્રતિબંધની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

✔ Gujarat High Court: કપડાની થેલીનો વિકલ્પ અનિવાર્ય કરવાની સૂચના
કોર્ટના જણાવ્યા પ્રમાણે, જો માર્કેટોમાં ચેકિંગ વધારવામાં આવે અને પ્લાસ્ટિક થેલીઓ પર સખત પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવે તો વેપારીઓ અને ગ્રાહકો સ્વાભાવિક રીતે કપડાની અને કાગળની થેલી તરફ વળશે. હાઈકોર્ટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં લાગુ પ્રતિબંધનું ઉદાહરણ આપ્યું હતું.

✔ Gujarat High Court: GPCB અને AMC દ્વારા કાર્યવાહીનો વિગતવાર રિપોર્ટ
સુનાવણી દરમિયાન GPCB અને AMCએ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા હાથ ધરાયેલી કાર્યવાહી અંગેના આંકડા રજૂ કર્યા:
- રાજ્યમાં 2400 થી વધુ જાગૃતિ કાર્યક્રમો
- 3 લાખ સ્વયંસેવકોની ભાગીદારી
- 10 હજાર ટન પ્લાસ્ટિક વેસ્ટનું સંકલન
- 250 કપડાની થેલી મશીનો રાજ્યમાં સ્થાપિત
- 1.5 કરોડથી વધુ કપડાની થેલીઓનું વિતરણ
AMCએ વધુમાં જણાવ્યું કે:
- અમદાવાદમાં દિવસે 350 મેટ્રિક ટન પ્લાસ્ટિક ડોર-ટુ-ડોર કલેકશનમાં મળે છે
- 75 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિક, પાન મસાલા પાઉચેસ, પાણીના પાઉચ પર પ્રતિબંધ
- સપ્ટેમ્બરથી 120 માઈક્રોનથી પાતળી થેલી પર પણ પ્રતિબંધ
- અત્યાર સુધી ₹15 કરોડનો દંડ વસૂલ્યો
- 16.50 લાખ કપડાની થેલીઓ વહેંચાઈ
- નિયમનો ભંગ કરનારાની દુકાનો સીલ કરવામાં આવી રહી છે
✔ Gujarat High Court: તમામ નગરપાલિકાઓ પાસેથી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની ચેતવણી
હાઈકોર્ટે અમદાવાદના સાત ઝોનમાં અમલવારી યોગ્ય રીતે થઈ રહી છે તે નોંધ્યું, પરંતુ રાજ્યની અન્ય તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે.
કેસની આગામી સુનાવણી આગામી મહિને યોજાશે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
Cricket news :T20 વર્લ્ડ કપ 2026નું મેગા અપડેટ: શ્રીલંકામાં થશે ભારત-પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ ટક્કર




