Gujarat : મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ
Heavy Rain Forecast અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat : રાજ્યના આ 14 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે સોમવારે (28મી જુલાઈ) બપોરે એક વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ નોંધાયો છે.

Gujarat : હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (28મી જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Gujarat : મેઘરાજાની ધડબડાટી, 14 જિલ્લામાં રેડ એલર્ટ GujaratRain, #RedAlert
Table of Contents