Gujarat Heatwave:ગુજરાતમાં ગરમીનો ‘રૌદ્ર’ અવતાર: 10 દિવસમાં જ 3 વર્ષના રેકોર્ડ તૂટ્યા,16 માર્ચ સુધી હીટવેવની આગાહી

0
81
Gujarat Heatwave
Gujarat Heatwave

Gujarat Heatwave:ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ આકરી ગરમીએ હાહાકાર મચાવ્યો છે. માર્ચ મહિનાના શરૂઆતના માત્ર 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતાં છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરી છે.

Gujarat Heatwave:ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત

Gujarat Heatwave

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હીટ ડોમ ઇફેક્ટ અને ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનોને કારણે ગરમીમાં વધારો થયો છે:

  • ઓરેન્જ એલર્ટ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ (સિવિયર હીટવેવની શક્યતા).
  • યલો એલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સહિત 12 જિલ્લા.

Gujarat Heatwave:અમદાવાદમાં પારો 41ને પાર, હજુ વધશે

Gujarat Heatwave

અમદાવાદમાં અત્યારે જ તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈના મતે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 10% થી 20% થઈ ગયું હોવાથી ચામડી બાળતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી 3-4 દિવસમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની પૂરી સંભાવના છે.

Gujarat Heatwave:તંત્ર સજ્જ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઇડલાઇન

ગરમીના કહેરને જોતા વહીવટી તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:

  1. હોસ્પિટલો: મ્યુનિસિપલ હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 10 બેડ રિઝર્વ રખાયા છે.
  2. શાળાઓ: સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવા માટે સ્પેશિયલ બેલ વગાડવામાં આવશે.
  3. કામકાજ: તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાના આદેશ અપાયા છે.
  4. બગીચા: નાગરિકોની સુવિધા માટે બગીચા સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

શું કરવું અને શું ન કરવું? (હેલ્થ એડવાઈઝરી)

શું કરવું?શું ન કરવું?
પુષ્કળ પાણી, લીંબુ પાણી અને છાશ પીવી.બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ વગર બહાર ન નીકળવું.
હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.ચા-કોફી અને વધુ મસાલેદાર ખોરાક ટાળવો.
બહાર નીકળતી વખતે છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો.વાસી કે વધુ પ્રોટીનવાળો ખોરાક ન લેવો.

આ પણ વાંચો : ભારતમાં ‘આવશ્યક ચીજવસ્તુ ધારો’ લાગુ: ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, જાણો કોને મળશે પહેલા ગેસ?