GUJARAT GARMI  :  હાય…ગરમી.. બપોરે 12થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય

0
196
GUJARAT GARMI
GUJARAT GARMI

GUJARAT GARMI  :  ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિ મામ્ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે.

GUJARAT GARMI

GUJARAT GARMI  : ત્યારે ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશને 5 દિવસ શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે,  ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન, ગુજરાતના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતનાં મહાનગરો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ સંસ્થાના સદસ્યો છે.

GUJARAT GARMI  :  ફેડરેશનની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિત માટે બપોરે 12થી સાંજના 4 વાગ્યા સુધી એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

GUJARAT GARMI

GUJARAT GARMI  : અમદાવાદ કાલે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, દેશનું સૌથી 8 માં નંબરનું ગરમ શહેર અમદાવાદ બન્યું હતું ત્યારે  આજે પણ અમદાવાદમાં 46 ડીગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્શિયસ કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. પરંતુ ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું એટલે કે, દિવસ દરમિયાન ગરમીમાં શેકાયા બાદ રાત્રિ તાપમાન ઓછું થતા ગરમીથી થોડા અંશે રાહત મળી હતી. પરંતુ રાત્રિ દરમિયાન ગરમ પવનો ફૂંકાવાને કારણે ઠંડકનો અહેસાસ થઈ શક્યો નહોતો.

GUJARAT GARMI  :     અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

GUJARAT GARMI
Heat wave: भीषण गर्मी के बीच छात्रों के खुशखबरी, दिल्ली सरकार ने किया छुट्टियों का ऐलान


આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતનાં બે શહેરોમાં એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં ડિસ્કમ્ફર્ટનો અનુભવ રહેશે.

GUJARAT GARMI  :  રાજ્યના અન્ય શહેરોમાં આજના બપોરના ૩ વાગ્યાના તાપમાનની વાત કરીએ તો

  અમદાવાદ       44 ડીગ્રી
  ગાંધીનગર       44  ડીગ્રી
  ડીસા         44 ડીગ્રી
  મહેસાણા       45 ડીગ્રી
  ખેડા       46 ડીગ્રી
  રાજકોટ       41 ડીગ્રી
  સુરેન્દ્રનગર       45 ડીગ્રી

નોંધાયું હતું,

GUJARAT GARMI  : ભયાનક ગરમીમાં ભરબપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય, પણ નોકરી-ધંધા અર્થે અને અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે.તો ભરઉનાળામાં આરોગ્યનું ધ્યાન રાખવા માટે શું કરશો? તો ચાલો હવે તમને હીટવેવથી બચવાના ઉપાયો જણાવીએ.?

5

૧. વધારે માત્રામાં પાણી પીવું : GUJARAT GARMI  :

ઉનાળામાં લુ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. કામ દરમિયાન સમયાન્તરે આરામ કરવો. સાથોસાથ કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું.

૨. કેરીનું સેવન (બાફલો) :

ગરમીની સિઝનમાં કેરીનો બાફલાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને બમણો ફાયદો થાય છે. તે કાચી કેરી અને મસાલા વડે બનાવવામાં આવે છે. દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળતા લૂ નથી લાગતી

૩. કોથમીર :

આમ આપણે કોથમીર નો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે . પરંતુ કોથમીર વાળું પાણી પીવાથી લુ થી બચી શકાય છે. થોડી આખી કોથમીરને પાણીમાં પલાળી રાખો. જ્યારે તે ફૂલી જાય ત્યારે તેને મેશ કરીને ગાળી લો અને થોડી ખાંડ નાખીને પી લો.કોથમીરનું પાણી મેનોપોઝની ગરમી અને સોજો ઘટાડવા માટે પણ એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે

૪. છાશનું સેવન :

છાસ પીવાના અનેક ફાયદા છે. ગરમીની સિઝનમાં છાસમાં મરી પાવડર અને જીરું નાખીને છાસ પીવાથી લૂ નથી લાગતી. સાથોસાથ શરીરમાં પાણી માત્રા ઓછી નથી થતી

૫.  આંબલીનું સેવન :

આમલી વિટામિન્સ, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. આ માટે થોડી આમલીને ઉકળતા પાણીમાં પલાળી રાખો. આ પછી તેને એક ચપટી ખાંડ સાથે પીવો. આ ઉકાળો તમારા શરીરનું તાપમાન ઘટાડે છે. આમલીનો રસ પેટની બિમારીઓની સારવારમાં મદદ કરે છે.

૬. ડુંગળીનું સેવન

ગરમીમાં લૂ ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડુંગળીનું અકસીર ઈલાજ છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન સારું રહે છે. ડુંગળીનો રસ નીકાળીને પણ પી શકો છો.

૭. લીંબુ શરબત

લૂ થી બચવા માટે લીંબુનો શરબતનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી. લીંબુ પાણી પીવાથી શરીરમાં એનર્જી રહે છે.. બહારથી આવીને તરત જ પાણી પીવાનું ટાળો, શરીરનું તાપમાન સામાન્ય થાય પછી જ પાણી પીવો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો