Gujarat Education Board : ધો.9 અને 11 માં નાપાસ વિધાર્થીઓને અપાશે  વધુ એક મોકો, 29 જુને લેવાશે રીટેસ્ટ  

0
124
Gujarat Education Board
Gujarat Education Board

Gujarat Education Board : વેકેશન બાદ  ગુજરાતમાં શાળાઓનો પ્રારંભ થઇ ગયું છે. આ વર્ષે ગુજરાતભરની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. જે મુજબ અનેક ફેરફારો કરાયા છે. ગુજરાત બોર્ડ દ્વારા વર્ગ બઢતીનો નવો નિયમ જાહેર કરાયો છે. જે મુજબ ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લઈને આગળ પ્રવેશ આપવામાં આવશે. 

Gujarat Education Board

Gujarat Education Board :  ગુજરાત બોર્ડ દ્વારા કેટલાક નિયમોમાં ધરખમ ફેરફારો કરાયા છે. બોર્ડ દ્વારા વર્ગ બઢતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે એક ધોરણ-10 માં બેઝિક સ્ટાન્ડર્ડ ગણિત મુદ્દે બેદરકારી સામે આવી છે. ત્યાર બાદ હવે ધોરણ 9 અને ધોરણ 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પંદર દિવસ બાદ ફરી પરીક્ષા લેવા માટે આદેશ કરાયો છે. સ્કૂલોએ ફરી નાપાસ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. નવા નિયમ મુજબ, સ્કૂલોએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાની રહેશે. 33 ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ વિદ્યાર્થીને આગળના ધોરણમાં પ્રવેશ આપવાનો રહેશે.

Gujarat Education Board

Gujarat Education Board :  એક તરફ ધોરણ 9 અને ધોરણ 11 માં એડમિશન અપાઈ ગયા છે અને શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ફરી પરીક્ષા બાદ પાસ થનારને કેવી રીતે પ્રવેશ આપવો તે અંગે શાળાની મૂંઝવણ વધી છે. સ્કૂલોએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાનો રહેશે. આમ, શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયા બાદ રીટેસ્ટ અને નવા એડમિશન પ્રોસેસ શાળાઓના માથાનો દુખાવો બન્યો છે. 

Gujarat Education Board :  શું છે નવી શિક્ષણનીતિમાં સુધારો ?

Gujarat Education Board

Gujarat Education Board :  ધોરણ ૯ માટે એકંદરે ૩૩%થી વધુ ગુણ મેળવનારને દરેક ટકા દીઠ ૧ ગુણ અને વધુમાં વધુ ૧૫ ગુણની મર્યાદામાં રહીને પાસ થવા માટે ખુટતા ગુણ આપી શકાશે. જેને સિધ્ધિ ગુણ કહેવાશે. તેને વત્તાની નિશાની કરી અલગ દર્શાવાશે. તો એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં બઢતી મળી શકે તે માટે આચાર્ય કુલ ૧૦ કૃપા ગુણની મર્યાદામાં ખૂંટતા જરૂરી ગુણ આપી શકશે. જેને વત્તાની નિશાની કરી દર્શાવાના રહેશે. આવા વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે નહી.

જ્યારે ધો.૧૧માં જે પ્રાયોગિક પરીક્ષામાં ૧૭થી ઓછા ગુણ હશે તો ધો.૧૨માં વર્ગ બઢતી મળી શકશે નહી અને આ બઢતીમાં પણ આચાર્ય ૧૦ કૃપા ગુણ આપી શકે છે. આમ ધો.૯ અને ધો.૧૧માં નાપાસ થયેલ વિદ્યાર્થીને વર્ગ બઢતીનો લાભ આપવા નિયમો નિશ્ચિત કરાયા છે અને બોર્ડ દ્વારા જાહેર પણ કરી દેવાયા છે. જેનો અમલ વર્ષ ૨૩-૨૪થી લાગુ કરાયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો