Gujarat 1st Rain :  ગુજરાતીઓને મળશે ગરમીથી રાહત, આવતા સપ્તાહથી રાજ્યમાં વરસાદની એક્ટીવીટી થશે શરુ  

0
159
Gujarat 1st Rain
Gujarat 1st Rain

Gujarat 1st Rain :  તમે પણ ગરમીથી કંટાળી ગયા છો,, શું તમે પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે, રાજ્યમાં આગામી સપ્તાહથી પ્રી મોન્સુન એક્ટીવીટી શરુ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, અને રાજ્યમાં 15 જુન સુધીમાં ચોમાસું બેસી જવાની સંભાવના વ્યક્ત કરી છે.       

Gujarat 1st Rain

સમગ્ર દેશ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં તાપમાનનો પારો 40 ઉપર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ છેલ્લા ઘણાં દિવસથી આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. લોકો કાગડોળે  વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપતા કહ્યું છે કે, ગુજરાતમાં ચોમાસું બે દિવસ વહેલું પહોંચી શકે છે. એક અઠવાડિયા બાદ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. 

Gujarat 1st Rain :   સાતમી જૂનથી રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

Gujarat 1st Rain

Gujarat 1st Rain :   આ વર્ષે ગુજરાતમાં 13થી 15 જૂન સુધી ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જૂનના 15 દિવસ પછી જ શરૂ થાય છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે કારણ કે, ત્યાં સુધી પ્રતિ કલાક 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થઈ જશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી-વંટોળ ફૂંકાશે. ત્યારબાદ સાત જૂન સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને 15 જૂન સુધી રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે.

Gujarat 1st Rain

જો પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તે પહેલા રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી-વંટોળ પણ ફૂંકાશે. જો કે ત્યાર પછી પણ ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગરમીની સાથે કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનો ચાલુ રહેશે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે. આ દરમિયાન ગરમી અને ભારે ઉકળાટમાં ક્રમશઃ ઘટાડો થઈ જશે. 

Gujarat 1st Rain :   રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે: હવામાન વિભાગ 

Gujarat 1st Rain

Gujarat 1st Rain :   હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસું ખૂબ સારું રહેશે. નોંધનીય છે કે, દેશમાં 30 મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. કેરળ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં ચોમાસું શરૂ થઈ ગયું હતું. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો