GSEB Board Exams 2024 :  11 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરુ, તંત્રએ આપ્યો તૈયારીઓને આખરીઓપ  

0
274
GSEB Board Exams 2024
GSEB Board Exams 2024

GSEB Board Exams 2024 : સોમવારથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે પરીક્ષા કેન્દ્રો અને પ્રશાસન દ્વારા અંતિમ તબક્કાની તૈયારી કરવામાં આવી છે. પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા બતાવી દેવામાં આવી છે.  રાજ્યભરમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે અમદાવાદમાં 1.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

GSEB Board Exams 2024 :  15 લાખ 39 હજાર 239 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

GSEB Board Exams 2024

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આગામી 11મી માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે, આ વર્ષે ધોરણ 10 અને 12ના મળીને કુલ 15 લાખ 39 હજાર 239 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 4236 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવાના છે.

GSEB Board Exams 2024 :  વર્ષ 2024માં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં કુલ 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં  4 લાખ 89 હજાર 279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1 લાખ 32 હજાર 073 વિધાર્થીઓ પરીક્ષા આપશે.

GSEB Board Exams 2024 :  તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા

GSEB Board Exams 2024

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા કુલ 1121 ઝોન અને 5378 બિલ્ડિંગના 54 હજાર 294 બ્લોક પર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો સહિત વર્ગખંડને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાને રોકવા માટે કુલ  80 જેટલી સ્ક્વોર્ડની ટીમ અને 10 જેટલી ફ્લાઈગ સ્ક્વોર્ડની ટીમ તૈનાત કરાઈ છે.

GSEB Board Exams 2024 :   60 હજાર શિક્ષકોને જવાબદારી સોંપાઈ

GSEB Board Exams 2024

11મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ 60 હજાર જેટલા શિક્ષકોને જવાબદારી સોંપી છે,  આ તમામ શિક્ષકો પરીક્ષા દરમિયાન વર્ગખડમાં નિરીક્ષક તરીકેની ભૂમિકા અદા કરશે. આ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે  બોર્ડના સભ્યોની ટીમ સહિત તમામ જિલ્લામાં રહેલ  કલેકટર કચેરીના વર્ગ 1 અને 2 ના કર્મચારીઓને પર સ્ક્વોર્ડ તરીકેની જવાબદારી સોપાઈ છે.


GSEB Board Exams 2024 :   શિક્ષણ બોર્ડે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈને આવશે નહીં. આ સિવાય કોઈ પણ કોપી કેસ કરવાનો પ્રયાસ કરશે  નહીં, કોઈ વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડાશે તો તે વિદ્યાર્થી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો