GPSC દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં યોજાનારી 4 પરીક્ષાઓ મોકૂફ, જાણો અપડેટ્સ

0
396
GPSC Exam
GPSC Exam

GPSC Exam : ગુજરાત જાહે૨ સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર પ્રાથમિક કસોટીઓ માહે જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૪માં યોજાનાર હતી. જે વહીવટી કા૨ણોસ૨ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય ક૨વામાં આવ્યો છે. હવે આ પરીક્ષાઓની નવી તારીખો આયોગની વેબસાઈટ પર જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.

GPSC

જાણો GPSC – 2024 ની કઈ-કઈ પરીક્ષા મોકૂફ થઈ ?

જાહેરાત ક્રમાંકપરીક્ષાનું નામ
53/2023-24ભૂમિ મોજણી અધિકારી વર્ગ-1
(નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ)
54/2023-24નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ-2
(નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ)
48/2023-24નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ 2 (GWRDC)
68/2023-24અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ 3(GMC)

GPSC EXAM

GPSC દ્વારા પરીક્ષાઓ મોકૂફ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૪માં યોજાનાર ૪ જેટલી પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રાથમિક પરીક્ષાઓ વહીવટી કારણસર મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નવી તારીખ આગામી દિવસોમા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.

ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા – કઈ પ્રાથમિક કસોટીમાં ફેરફાર?

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 6 જાહેરાતોની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો હતો.

જીપીએસસીએ યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1

ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1

ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-2

પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1

બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1

કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1

ઉપરોક્ત પ્રાથમિક પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.