Govt job : સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુબ જ મહત્ત્વના સમાચાર આપ્યા છે. ગુજરાત સરકારે સરકારી ભરતીના નિયમો બદલી દીધાં છે. એટલેકે, (Govt job) સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે.
Govt job : જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે
રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. પરંતુ હવે વર્ગ-3ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ગ-3ની ( Govt job) ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે,હવે તેમાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે.
તમે આ પણ વાંચી શકો છો
PARLE-G : પાર્લે જી એ હટાવ્યો નાની છોકરીનો ફોટો અને નામ પણ ? જાણો કેમ ?